Not Set/ મહેસાણા: કડીની શાકમાર્કેટમાં થઇ યુવકની હત્યા, સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઇ કેદ

કડી મહેસાણાના કડીમાં એક યુવકની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. કડીના શાકમાર્કેટમાં આ યુવકની હત્યા કરવામાં આવી. હત્યાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેના ફૂટેજ પણ સામે આવ્યા છે. દૃશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે યુવકો વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થાય છે અને તેમાં એક યુવકના હાથમાં છરી છે. સામેના […]

Top Stories
kadi મહેસાણા: કડીની શાકમાર્કેટમાં થઇ યુવકની હત્યા, સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઇ કેદ

કડી

મહેસાણાના કડીમાં એક યુવકની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. કડીના શાકમાર્કેટમાં આ યુવકની હત્યા કરવામાં આવી. હત્યાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

જેના ફૂટેજ પણ સામે આવ્યા છે. દૃશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે યુવકો વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થાય છે અને તેમાં એક યુવકના હાથમાં છરી છે. સામેના યુવક પર છરીના ઘા નિર્દયતાથી ઘા ઝીંકી દે છે.

બેથી ત્રણ ઘા ઝીંકીને ત્યાંથી ફરાર થઈ જાય છે અને થોડી મિનિટો બાદ જે યુવક પર ઘા ઝીંકવામાં આવ્યા છે તેના શરીરમાંથી લોહી નીકળવા લાગે છે અને ત્યાં જ ઢળી પડી મૃત્યુ પામે છે.