Not Set/ અજાણ્યા શખ્સોએ ગાડી પર એસીડ ફેંકી થયા ફરાર, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ

સુરતમાં ફરી એક વખત અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો છે. મળતી માહિતી મુજબ ગોલવાડ માછીપરા-1 વિસ્તારની આ ઘટના છે કે જ્યાં અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હતો. આ અજાણ્યા શખ્સોએ રિક્ષામાં આવ્યા હતા. આશરે 3 જેટલા શખ્સો હતા જેમણે ગાડી પર એસિડ ફેંક્યુ હતું અને ગાડીને નુકસાન પહોંચાડીને ફરાર થયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા […]

Top Stories
srttt અજાણ્યા શખ્સોએ ગાડી પર એસીડ ફેંકી થયા ફરાર, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ

સુરતમાં ફરી એક વખત અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો છે. મળતી માહિતી મુજબ ગોલવાડ માછીપરા-1 વિસ્તારની આ ઘટના છે કે જ્યાં અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હતો. આ અજાણ્યા શખ્સોએ રિક્ષામાં આવ્યા હતા.

આશરે 3 જેટલા શખ્સો હતા જેમણે ગાડી પર એસિડ ફેંક્યુ હતું અને ગાડીને નુકસાન પહોંચાડીને ફરાર થયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા.

સ્થાનિકોનું માનવું છે કે આ કાવતરૂ કરનાર અજય નામનો માથાભારે શખ્સો હોઇ શકે છે. જો કે આ ઘટનાની લોકોમાં રોષ ફેલાઇ ગયો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સ્ટેશન પહોંચેલા સ્થાનિકોએ પોલીસ સંકુલમાં ન્યાય આપો ન્યાય આપોના નારા લગાવીને પોલીસ સમક્ષ આરોપીને પકડવાની માંગ કરી હતી. ત્યારે હવે પોલીસે આરોપીને પકડવા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.