Not Set/ ના આપશો બાળકોને ડિપ્રેશનની દવા, આવી શકે છે આવા ઘાતક પરિણામો 

ડિપ્રેશન અને સ્ટ્રેસ એવી સમસ્યાં છે જે નાના બાળકથી  લઇને મોટાઓને પણ થઇ શકે છે. જેથી આ બાબતે આપણે થોડુ સચેત રહેવું પડશે. બજારમાં મળતી ડિપ્રેશનની દવાઓની માનવ શરીર પર નકારત્મક અસર પડી શકે છે. ડિપ્રેશનની દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે માનવના મગજ પર પણ ગંભીર અસરો થઇ શકે છે. જો  તમારૂ બાળક ડિપ્રેશનના કારણે […]

Health & Fitness
aaaaaaaaaaaaaamayap 14 ના આપશો બાળકોને ડિપ્રેશનની દવા, આવી શકે છે આવા ઘાતક પરિણામો 

ડિપ્રેશન અને સ્ટ્રેસ એવી સમસ્યાં છે જે નાના બાળકથી  લઇને મોટાઓને પણ થઇ શકે છે. જેથી આ બાબતે આપણે થોડુ સચેત રહેવું પડશે. બજારમાં મળતી ડિપ્રેશનની દવાઓની માનવ શરીર પર નકારત્મક અસર પડી શકે છે. ડિપ્રેશનની દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે માનવના મગજ પર પણ ગંભીર અસરો થઇ શકે છે. જો  તમારૂ બાળક ડિપ્રેશનના કારણે પિડીત હોય તો તેને દવાઓથી દૂર રાખવો જાઇએ.

Image result for Depression

એક અભ્યાસમાં જણવા મળ્યું હતું કે, આ પ્રકારની દવાઓ બાળકો અને કિશોરને એગ્રેસીવ બનાવી શકે છે. આ દવાઓની બાળકોના મગજ પર નકારાત્મક અસરને કારણે કેટલીક વાર બાળક આત્મહત્યા કરવા માટે પણ પ્રેરાય છે.

Image result for Depression

ડેનમાર્કેના શોધકર્તાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ડિપ્રેશન રોકવા માટેની દવાઓ બાળકો અને કિશોરોમાં આક્રમકતા અને આત્મહત્યાનું વૃતિને ભડકાવે છે.  જો કે આ અભ્યાસ દરમિયાન શોધકર્તાને ડિપ્રેશનની દવાઓની આક્રમકતા અને ડિપ્રેશનનો કોઇ સીધો સંબંધ જોવા મળ્યો ન હતો.

Related image

આ સંશોધનમાં એક ટીમ બનાવીને 18,526 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડિપ્રેશનની દવાઓ પણ આપવામાં આવી હતી. શોધકર્તાએ દુનિયાના લોકોને સલાહ આપી હતી કે, ડિપ્રેશનની દવા બાળકો અને કિશોરોને બને તેટલા ઓછા પ્રમાણમાં આપવી જોઇએ, શક્ય હોય ત્યાં સુધી બાળકને આવી દવાઓથી દૂર રાખવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, ડિપ્રેશનનો  ઇલાજ દવાઓની જગ્યાએ  અન્ય વૈકલ્પિક ઇલાજો જેવા કે, વ્યાયામ અને સાઇકોથેરાપી દ્વારા કરવો જોઇએ. જેના કારણે ડિપ્રશનની દવાઓની આડ  અસરને કારણે બચી શકાય અને વ્યાયામને કારણે શરીર મજબૂત બને છે.

Image result for Depression medicine,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.