મોટા સમાચાર/ દેવાયત ખવડના 72 દિવસના જેલવાસ બાદ જામીન મંજુર કરતી હાઇકોર્ટ, અહીં જાણો કોર્ટે શું મૂકી શરતો

મયૂરસિંહ રાણા પર હૂમલા કેસમાં સંડોવાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડના આજે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે. આખરે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજૂર થયા છે.

Top Stories Rajkot Gujarat
દેવાયત ખવડના
  • દેવાયત ખવડના જામીન મંજુર કરતી હાઇકોર્ટ
  • 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત
  • 72 દિવસના જેલ વાસ બાદ જામીન મંજુર થયા
  • દેવાયત ખવડે કરી હતી યુવાન સાથે મારામારી

હાલમાં દેવાયત ખવડ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મયૂરસિંહ રાણા પર હૂમલા કેસમાં સંડોવાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડના આજે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે. આખરે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજૂર થયા છે. કારણ કે દેવાયત ખવડના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. જો કે સાથે જ તેમને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.

સાતમી ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ દ્વારા તેમજ તેના એક સાગરિત દ્વારા મયુરસિંહ રાણાને લોખંડના પાઇપ વડે માર મારીને ઇજા પહોંચાડવામાં આવી હતી. જે મામલે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જે ગુનો નોંધાયા બાદ આઠ થી દસ દિવસ સુધી તમામ આરોપીઓ ફરાર રહ્યા હતા. પોલીસ એક પણ આરોપીને સામેથી પકડી શકી નહોતી. તમામ આરોપીઓ થોડા દિવસો બાદ એક બાદ એક કરી પોલીસ સમક્ષ સામેથી હાજર થયા હતા.

ગુનો દાખલ થતા જ દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. યુનિવર્સિટી રોડ પર આવેલો તેના બંગલામાં તાળું લગાવેલું હતુ. તો તેના બંને મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવી હતા. પોલીસે તેના વતન મુળી ખાતે પણ તપાસ હાથ ધરી પરંતુ કોઈ સફળતા મળી નથી.જો કે દેવાયત ખવડનો આ પ્રથમ વિવાદ નથી, અગાઉ પણ તેઓ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે.

રાજકોટમાં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ કેટલાંય દિવસોથી ફરાર હતા. ત્યારે હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોચી હતી. PMO સુધી મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી હતી.રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ થોડા દિવસો બાદ પોલીસ સમક્ષ હાજર થયો હતો.

આ પણ અવંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ AMC જાગ્યુ, બ્રિજના નિરિક્ષણ માટે ખુદ કમિશનર પહોંચ્યા

આ પણ અવંચો:PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ, ચાલી રહી છે કિડની સંબંધિત સારવાર

આ પણ અવંચો:વલસાડ સરીગામ GIDCમાં બ્લાસ્ટ, ત્રણ કામદારના મોત: 2 લોકો ઈજાગ્રસ્ત

આ પણ અવંચો:ધો.9 માં ભણતા વિદ્યાર્થીએ ફાંસો ખાઈને ટુંકાવ્યું જીવન, આપઘાત પાછળનું કારણ જાણીને આવશે ગુસ્સો