SVPI Airport/ SVPI એરપોર્ટની ઊંચી ઉડાનઃ એક જ વર્ષમાં 150થી વધુ પ્રકારના વિમાનોનું હેન્ડલિંગ

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)એ વિકાસની હરળફાળ ભરી છે. ઉડ્ડયન ઉદ્યોગ અને પેસેન્જર ટ્રાફિકમાં ભારે વૃદ્ધિ સાથે એરપોર્ટે અનેક બીજા સીમાચિન્હો હાંસલ કર્યા છે.

Top Stories Gujarat
SVPI 1 SVPI એરપોર્ટની ઊંચી ઉડાનઃ એક જ વર્ષમાં 150થી વધુ પ્રકારના વિમાનોનું હેન્ડલિંગ

@Abhisheksinh

અમદાવાદઃ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)એ વિકાસની હરળફાળ ભરી છે. ઉડ્ડયન ઉદ્યોગ અને પેસેન્જર ટ્રાફિકમાં ભારે વૃદ્ધિ સાથે એરપોર્ટે અનેક બીજા સીમાચિન્હો હાંસલ કર્યા છે.

એરપોર્ટ્સે એક જ વર્ષમાં 150થી વધુ પ્રકારના વિમાનોને સેવા પૂરી પાડી છે. માળખાકીય સગવડોના લીધે વિમાનો અમદાવાદમાં ઉતરવાનું વહેલા પસંદ કરે છે.
વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સગવડોના કારણે કેટલાક વિમાનોએ તો અમદાવાદમાં સૌ પ્રથમ વખત ઉતરાણ કર્યુ છે.

SVPI 2 SVPI એરપોર્ટની ઊંચી ઉડાનઃ એક જ વર્ષમાં 150થી વધુ પ્રકારના વિમાનોનું હેન્ડલિંગ

સતત વિકસતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સાથે એરક્રાફ્ટસ, પેસેન્જર અને કામદારોની સુરક્ષાને પ્રાધાન્ય આપવું એ પણ SVPIAની વિકાસયાત્રાનું અભિન્ન અંગ છે. ગયા વર્ષે અમદાવાદ એરપોર્ટે માઇક્રોલાઇટથી લઈને વિશાળકાય એરક્રાફ્ટ્સને ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી છે.

વિશ્વપ્રવાસે નીકળેલા માર્ક રુધરફોર્ડે શાર્ક એરો સાથે વિક્રમીયાત્રા સાથે ઉડ્ડયન કર્યુ તે યાદગાર પ્રસંગ હતો. કેટલાક નોંધપાત્ર એરક્રાફ્ટ્સમાં એરબસ 350 અને બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની ફ્રીકવન્સીઝ વધી રહી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે અવારનવાર આવતા મોટા કાર્ગો પ્લેનમાં એન્ટોનોવ-124 અને આઇકોનિક એરબસ બેલુગાનો સમાવેશ થાય છે. આ વિમાનો પેસેન્જર્સ માટે અને કાર્ગો રિફ્યુલિંગ માટે રોકાણ કરતાં હોય છે.

SVPI 3 SVPI એરપોર્ટની ઊંચી ઉડાનઃ એક જ વર્ષમાં 150થી વધુ પ્રકારના વિમાનોનું હેન્ડલિંગ

લાંબા અંતરની ઉડાન ભરનારા વિમાનો માટે પણ અમદાવાદ એરપોર્ટ મહત્વનું છે. એરબસ બેલુગાનું રિફ્યુલિંગ સ્ટોપ તેનો પુરાવો છે. આમ અમદાવાદ એરપોર્ટ વિવિધ પ્રકારના વિમાનને સેવા પૂરી પાડવા હંમેશા સજ્જ રહે છે.

SVPI 4 SVPI એરપોર્ટની ઊંચી ઉડાનઃ એક જ વર્ષમાં 150થી વધુ પ્રકારના વિમાનોનું હેન્ડલિંગ

અમદાવાદ એરપોર્ટ યુએઈ- અલ ફુરસન (એરમાચી, એમબી339એનએટી), સાઉથ કોરીયા, બ્લેક ઇગલ્સ, આપણા દેશનું સૂર્યકિરણ અને સારંગ માટે પણ પસંદગીનું સ્થળ બની ગયું છે. તેના લીધે તેને ઉડ્ડયન ઉદ્યોગમાં મહત્વનું સ્થાન મળ્યું છે.

અમદાવાદ એરપોર્ટે આઇએલ-76, આઇએલ 78, સી-17 ગ્લોબમાસ્ટર, સી-130, ડીઓ 228, ઇએમબી અને જરૂર પડે ત્યારે સંરક્ષણ મૂવમેન્ટ સહિત વિવિધ વાઇડ-બોડી એરક્રાફ્ટને સફળતાપૂર્વક હેન્ડલ કર્યા છે.

 

આ પણ વાંચોઃ Employment-Gujarat/ રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ

આ પણ વાંચોઃ સુરત પોલીસ નવતર પ્રયોગ/ ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતના એક બ્રિજ પર બનાવવામાં આવી ટ્રાફિક ચોકી

આ પણ વાંચોઃ CM-Adijati/ સીએમ આદિજાતિના ગામોની મુલાકાતેઃ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો સાથે સંવાદ

આ પણ વાંચોઃ NCP-Ajit Pawar/ પક્ષપલ્ટો કેવો, NCPનો અધ્યક્ષ જ હું છું શરદ પવાર નહીઃ અજિત પવારના દાવાથી ખળભળાટ

આ પણ વાંચોઃ Gujarat High Court/ ગુજરાત નવા ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ