સુરત/ હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો, દારૂ સાથે જૂગાર રમતા સાત માલેતુજારો ઝડપાયા

સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ ને સતત કામગીરી કરવા સૂચના  આપવામાં આવી છે જેને લઇને કાપોદ્રા વિસ્તારમાં તાપી નદી કિનારે આવેલી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ના એક મકાનમાં ચોથા માળે કેટલાક લોકો ભેગા થઈ જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી

Gujarat Surat
જુગારધામ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ખાતે  કાપોદ્રા પોલોસે હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડ્યું હતું.વકીલ અને  તેમના 3 સાગરિતો દ્વારા કમાણી કરવા માટે  પોતાના મકાનના ચોથા માળે હાઈ પ્રોફાઈલ જુગારધામ શરૂ કર્યું હતું. કાપોદ્રા પોલીસે બાતમીના  આધારે જુગારધામ પર દરોડા પાડ્યા હતા. ત્યાંથી જુગાર રમતા જુગારીઓ સાથે દારૂ મળી આવતા પોલીસે જુગાર અને દારૂ એમ બે કેસ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.વકીલ પ્રશાંત તેના મળતીયા સાથે 15 દિવસ પહેલા જુગારધામ ચાલુ કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું હાલ તમામની ધરપકડ કરી 10 લોકોને વોન્ટેડ જાહેર કરી હાઈ પ્રોફાઈલ જુગારધામ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ ને સતત કામગીરી કરવા સૂચના  આપવામાં આવી છે જેને લઇને કાપોદ્રા વિસ્તારમાં તાપી નદી કિનારે આવેલી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ના એક મકાનમાં ચોથા માળે કેટલાક લોકો ભેગા થઈ જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે સુરતની કાપોદ્રા પોલીસે દરોડા પાડ્યા હતા.

આ મકાન વકીલ નો વ્યવસાય કરતા  પ્રસાદ ભાઈનું હોવાનું સામે આવ્યુ હતું.મકાનના ચોથા માળે ચાલતી આ પ્રવૃત્તિ એક પ્રકારનો જુગાર હોય તેવું દેખાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પ્રશાંત નામનો વકીલ પોતાના ત્રણ જેટલા મળતીયાઓ સાથે મળીને આ જુગારધામ ચલાવતા હોવાનું સામે આવ્યું હતું પોલીસે 7 લોકોને રૂપિયા બે લાખના મુદ્દા માલ સાથે જ ઝડપી પાડ્યા હતા.જોકે આ જુગારધામમાં જુગાર રમી રહેલા લોકોને દારૂ પીવાની સવલત પણ પુરી પાડવામાં આવતી હતી.

જેથી મકાનમાં દારૂનો મોટો જથ્થો પણ મળી આવતા પોલીસે જુગાર ધામનો ગુનો તો દાખલ કર્યો હતો સાથે સાથે દારૂ મળી આવતા દારૂનો અલગથી ગુનો દાખલ કરી આ તમામ લોકોને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી હતી.વકીલ પ્રશાંત તેના મળતીયા સાથે 15 દિવસ પહેલા જુગાર ગામ ચાલુ કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું હાલ તમામની ધરપકડ કરી 10 લોકો ને વોન્ટેડ જાહેર કરી હાઈ પ્રોફાઈલ જુગારધામ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:આમા ભણશે ક્યાંથી ગુજરાતઃ શાળામાં શિક્ષકોની ઘટ, શિક્ષકો છે ત્યાં પગારના ઠેકાણા નથી

આ પણ વાંચો:આંતર રાજ્ય ઓઇલ ચોરી કૌભાંડ ઝડપાયું, તપાસમાં આરોપીનું ઓલ ઇન્ડિયા નેટવર્ક ખુલ્યું

આ પણ વાંચો:પતંગ પકડવા જતા યુવકને મળ્યું મોત, માલગાડી સાથે ટક્કર થયા થયા બે ટુકડા