Mantvya Vishesh/ ‘ઈન્દુ સરકાર’; ઈન્દિરા ગાંધીના વડાપ્રધાન બનવાની કહાની

30 ઓક્ટોબર 1984નો દિવસ હતો.. જ્યારે ઈન્દિરા ગાંધી ઓડિશાના ભુવનેશ્વરમાં રેલી કરી રહ્યા હતા. ત્યારે ઈન્દિરા તેમના પૂર્વ આયોજિત ભાષણની બહાર બોલવા લાગ્યા અને કહ્યું ‘હું આજે અહીં છું. કાલે કદાચ હું અહીં નહીં હોઉં. હું રહું કે ના રહું તેની મને પરવા નથી. મારું લાંબુ જીવન રહ્યું છે અને મને એ વાતનો ગર્વ છે કે મેં મારું આખું જીવન મારા લોકોની સેવામાં વિતાવ્યું છે….  હું મારા છેલ્લા………

Mantavya Vishesh Mantavya Exclusive
Beginners guide to 2024 03 18T184937.314 1 'ઈન્દુ સરકાર'; ઈન્દિરા ગાંધીના વડાપ્રધાન બનવાની કહાની
  • શાસ્ત્રીનું મૃત્યુ…નવા વડાપ્રધાન શોધવાની મથામણ
  • આ સમયે ઈન્દિરા ગાંધી માહિતી અને પ્રસારણ મંત્રી હતા
  • સંસદમાં હાથ-પગ ધ્રૂજતા… લોકો ‘ગૂંગી ગુડિયા’કહેવા લાગ્યા
  • અમેરિકા ગયા તો અખબારોએ લખ્યું- ભીખ માંગવા આવી છે
  • 1967ની લોકસભા ચૂંટણી, નાક તૂટ્યુ પણ ભાષણ ચાલુ રાખ્યું

પહેલા મંતવ્ય વિશેષમાં આપણે જોયું કે 11 જાન્યુઆરી 1966ની મોડી રાત્રીએ… તે સમયના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં અવસાન થયું હતું… એક તરફ તેમના પાર્થિવ દેહને ભારત લાવવાની તૈયારી ચાલી રહી હતી, તો અહી બીજી તરફ ભારતમાં કોંગ્રેસની અંદર વડાપ્રધાન પદની રેસ ફરી એકવાર શરૂ થઈ ગઈ હતી…. મોરારજી દેસાઈ એક સમયે વડાપ્રધાન બનવાનું ચૂકી ગયા હતા, પરંતુ આ વખતે તેઓ પણ તક ગુમાવવા માંગતા ન હતા…તો સિન્ડિકેટ કોંગ્રેસ પ્રમુખ કે. કામરાજને નવા પીએમ બનાવવા માટે સમજાવવાનો પ્રયાસ કરયો હતો…કામરાજ જાણતા હતા કે તે સમયે દેશ બિન-હિન્દી ભાષી દક્ષિણ ભારતીયને પીએમ તરીકે સ્વીકારશે નહીં…. આ કારણોસર તેમણે સિન્ડિકેટને કહ્યું કે મને રહેવા દો,  હું ન તો હિન્દી કે ન તો અંગ્રેજી બરાબર જાણું છું, તો પછી હું પીએમ કેવી રીતે બની શકું…સિન્ડિકેટ કામરાજની વાત સાથે સહમત થઈ ગયું…અને તેમણે એક શરત મૂકી કે મોરારજી દેસાઈને આ પદથી દૂર રાખવા પડશે…જો તેઓ પીએમ બનશે તો તેઓ કોઈનું સાંભળશે નહીં…. આ એ સમય હતો જ્યારે ઈન્દિરા ગાંધી માહિતી અને પ્રસારણ મંત્રી હતા…. સંસદમાં કોઈપણ પ્રશ્નનો જવાબ આપતી વખતે તેમના હાથ-પગ ધ્રૂજતા હતા.. જવાબ આપતા પહેલા તેમણે ઘણી પ્રેક્ટિસ કરવી પડતી હતી. લોકો તેમને ‘ગૂંગી ગુડિયા’ કહેવા લાગ્યા હતા…

ત્યારે તે ‘ગૂંગી ગુડિયા’ સિન્ડિકેટ માટે પરફેક્ટ પસંદગી હતી…. કારણ કે તે નહેરુની પુત્રી હોવાથી તેમને કોઈ નકારી શકે તેમ ન હતું… સિન્ડિકેટ તેમના થકી બેકડોરથી સરકાર ચલાવી શકતી હતી….. 1967ની સામાન્ય ચૂંટણીને 13 મહિના બાકી હતા અને ઈન્દિરા રાષ્ટ્રીય ચહેરો હતા…તેથી તેમના ચહેરા પર સરળતાથી મત માંગી શકાતા હતા…સાગરિકા તેમના પુસ્તકમાં લખે છે કે એક વખત મોરારજી દેસાઈએ જાહેરમાં કહ્યું હતું કે તેઓ પીએમ બનશે, પરંતુ ઈન્દિરા ગાંધીએ આ વાતને જાહેર થવા દીધી ન હતી…. ઈન્દિરા ગાંધીએ યોગ્ય સમયની રાહ જોઈ તેમણે માત્ર એટલું જ કહ્યું કે તેઓ માત્ર એટલુ જ કરશે જે, કે. કામરાજ ઈચ્છે છે…..જ્યારે મોરારજીને લાગ્યું કે તેઓ બીજી વખત પીએમ પદ ગુમાવશે, ત્યારે તેમણે કામરાજને કહ્યું કે પીએમ કોણ બનશે તે ચૂંટણી દ્વારા નક્કી કરવું જોઈએ… અને 19 જાન્યુઆરી 1966ના રોજ ઈન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી… ત્યારે ઈન્દિરા ગાંધીને 355 અને મોરારજીને 169 વોટ મળ્યા….આ રીતે ઈન્દિરા ગાંધી પીએમ તરીકે ચૂંટાયા…

ત્યારબાદ 1967ની લોકસભા ચૂંટણી 15થી 21 ફેબ્રુઆરી સુધી યોજાવાની હતી…. ઈન્દિરા ગાંધી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા…. 8 ફેબ્રુઆરીએ ઈન્દિરા ભુવનેશ્વરમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા…  કૃષ્ણા હઠીસિંહ તેમના પુસ્તક ‘ઈન્દુ સે પ્રધાનમંત્રી’માં લખે છે કે ઓડિશામાં સ્વતંત્ર પક્ષોનો પ્રભાવ વધુ હતો..અને તેઓ ઈન્દિરાના ભાષણથી નારાજ હતા….ઇંદિરાએ બોલવાની શરૂઆત જ કરી હતી ને ભીડમાંથી પથ્થરોનો વરસાદ શરૂ થયો…. ત્યારે એક પથ્થર ઇંદિરાના નાક પર વાગ્યો અને લોહી નીકળવા લાગ્યું…કૃષ્ણા લખે છે કે ‘ત્યાં હાજર સુરક્ષા અધિકારી અને સ્થાનિક કોંગ્રેસી નેતા ઈન્દિરાને સ્ટેજની પાછળ સુરક્ષિત જગ્યાએ લઈ જવા માંગતા હતા… પરંતું ઈન્દિરાએ કોઈનું સાંભળ્યું નહીં… તે સ્ટેજ પર જ ઊભી રહી…. અને નાક પર રૂમાલ લગાવી ઉપદ્રવીઓને પડકાર ફેંકતા ઈન્દિરાએ કહ્યું કે, “આ મારું નહીં પણ દેશનું અપમાન છે, કારણ કે વડાપ્રધાન તરીકે હું દેશનું પ્રતિનિધિત્વ કરું છું.”

તો પાકિસ્તાને 3 ડિસેમ્બર 1971ના રોજ ઓપરેશન ચંગેઝ ખાન હેઠળ ભારતના કાશ્મીર પર હુમલો કર્યો હતો… પાક વાયુસેનાએ પશ્ચિમ બાજુથી બોમ્બ નાખવાનું શરૂ કરી દીધું હતું… આ એ સમયગાળો હતો જ્યારે પૂર્વ પાકિસ્તાન જેને આજે આપણે બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ, ત્યાં પાકિસ્તાની સેનાના અત્યાચારોને કારણે દરરોજ એક લાખ શરણાર્થીઓ ભારતમાં આવી રહ્યા હતા…. અમેરિકાએ પણ આમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો….  જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે ઈન્દિરા કલકત્તામાં એક સભામાં ભાષણ આપી રહ્યા હતા…સાગરિકા ઘોષ પોતાના પુસ્તકમાં લખે છે કે હુમલાના સમાચાર સાંભળીને ઈન્દિરાએ કહ્યું કે ભગવાનનો આભાર કે તેઓએ અમારા પર હુમલો કર્યો…. હવે અમારી પાસે યુદ્ધમાં જવા માટે યોગ્ય કારણ છે. ઈન્દિરાએ સેનાને આદેશ આપ્યો અને પાકિસ્તાન પર હુમલો કર્યો.

12 ડિસેમ્બરે અમેરિકાએ પાકિસ્તાનની મદદ માટે તેનો સાતમો કાફલો મોકલ્યો….તેમાં 70 જહાજો અને સબમરીન, 150 એરોપ્લેન અને 20 હજાર મરીન હતા…. આ અમેરિકાનો સૌથી મોટો કાફલો હતો…. આ દિવસે ઈન્દિરા દિલ્હીના રામલીલા મેદાનમાં એક સભાને સંબોધી રહ્યાં હતા. તેમણે કહ્યું કે અમે કોઈનાથી ડરવાના નથી અને કોઈની સામે ઝૂકીશું નહીં. ઈન્દિરાએ કહ્યું કે અમે અમારી આઝાદી માટે લડીશું. જરૂર પડશે તો દુશ્મનોનો સામનો મુક્કાઓથી પણ કરીશું….. જો કે, મુકાબલાની સ્થિતિ ઉભી ન થઈ કારણ કે લડાઈ 14 દિવસમાં પૂરી થઈ ગઈ…. 7મો કાફલો બંગાળની ખાડી સુધી પહોંચે તે પહેલા જ પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું હતું…. વિશ્વમાં પ્રથમ વખત 93 હજાર સૈનિકોએ શસ્ત્રો નીચે મૂકી સરેન્ડર કર્યું હતું….અને આ રીતે બાંગ્લાદેશનો જન્મ થયો.

ત્યારબાદ જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ઈન્દિરા ગાંધી વિરુદ્ધ દેશભરમાં દેખાવો થઈ રહ્યા હતા….અને 12 જૂન, 1975ના રોજ, અલ્હાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણીને ગેરકાયદેસર જાહેર કરી અને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો….ઈન્દિરા પર આરોપ હતો કે તેમના અંગત સચિવ યશપાલ કપૂરે ચૂંટણી દરમિયાન તેમના એજન્ટ તરીકે કામ કર્યું હતું, જ્યારે તેઓ સરકારી નોકર હતા…. અદાલતે એ પણ નોંધ્યું હતું કે 1971ની ચૂંટણી રેલી દરમિયાન લાઉડસ્પીકર માટે સરકારી વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ તેમને પદ પરથી હટી જવું પડ્યું હતું….

ઇંદિરા ગાંધીના સારા મિત્ર પુતલ જયકર તેમના પુસ્તક ‘ઇંદિરાઃ અ બાયોગ્રાફી’માં લખે છે કે, ‘ઇંદિરાએ પદ છોડવાનું મન બનાવી લીધું હતું…. પણ તેમનો નાનો પુત્ર સંજય જ્યારે તેની મારુતિ કારમાં સાંજે ફેક્ટરીમાંથી પાછો આવ્યો ત્યારે તેમણે ચીસો પાડીને કહ્યું કે માએ રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન જ નથી, તેમણે કહ્યું કે જેઓ આજે વફાદારીના શપથ લઈ રહ્યા છે. સત્તામાં આવતાં જ તેઓ તમારી પીઠમાં છરો મારશે…..ત્યારે ઈન્દિરા ગાંધીના અંગત સચિવ આર.કે.ધવને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઈન્દિરાએ તેમનું રાજીનામું ટાઈપ કરાવ્યું હતું, પરંતુ તેમણે ક્યારેય તેના પર હસ્તાક્ષર કર્યા નહીં.

તો ઈન્દિરાએ 25 જૂને દેશમાં ઈમરજન્સી જાહેર કરી દીધી હતી… આ પછી તમામ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી….અને પ્રેસ પર સેન્સરશિપ લાદવામાં આવી હતી… નસબંધી અને અન્ય ઘણા કાર્યક્રમોથી લોકોમાં રોષ ફેલાયો હતો…. 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધીના 21 મહિનાના સમયગાળા માટે ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. આ પછી ચૂંટણી થઈ અને કોંગ્રેસનો પરાજય થયો. તેની બેઠકો ઘટીને માત્ર 153 રહી ગઇ હતી….કોંગ્રેસની હાર બાદ દેશમાં જનતા પાર્ટીની સરકાર આવી…. અને મોરારજી દેસાઈને પીએમ બનાવવામાં આવ્યા..ત્યારબાદ જનતા સરકારમાં મંત્રાલયોને લઈને આંતરિક લડાઈ શરૂ થઈ ગઈ હતી…. ત્યારે ઇંદિરા ગાંધી થોડા મહિના મૌન રહ્યા…. આ સમય દરમિયાન બિહારના બેલછીમાં દબંગોએ દલિતો પર ગોળીબાર કર્યો અને 11 લોકોને સળગાવી દીધા હતા…ત્યારે  ઈન્દિરા બેલછી જવા રવાના થયા. તે ટ્રેન દ્વારા પટના સુધી પહોંચ્યા. જે બાદ જીપ દ્વારા જઈ રહ્યાં હતા… ત્યારે જીપ ફસાઈ જતાં તે ટ્રેક્ટરમાં બેસી ગયા, પરંતું તે પણ ફસાઈ ગયું અને અંતે ઈન્દિરા પોતાની સાડીને પગની ઘૂંટી સુધી બાંધી કાદવમાં ચાલવા લાગ્યા હતા…

બિહારના વરિષ્ઠ પત્રકાર સ્વ. જનાર્દન ઠાકુર તેમના પુસ્તક ‘ઈન્દિરા ગાંધી એન્ડ હર પાવર ગેમ’માં લખે છે કે, ‘ઈન્દિરાએ કાદવમાં ચાલવાની શરૂઆત કરી આ દરમિયાન કોઈએ સૂચવ્યું કે તે હાથી દ્વારા પણ જઇ શકે છે…. ત્યારે ઇંદિરાએ કહ્યું કે હાથીની વ્યવસ્થા કરો… અને આ પછી ઈન્દિરા બેલછી પહોંચી અને ઈન્દિરાના મતદારોએ તેમને દસ મિનિટમાં જ માફ કરી દીધા.

તો બીજી તરફ પંજાબમાં 1980ના દાયકાની શરૂઆતથી ખાલિસ્તાનની માગે જોર પકડ્યું હતું…. જનરલ સિંહ ભિંડરાવાલેના નેતૃત્વમાં આ આંદોલન ચાલી રહ્યું હતું. ભિંડરાનવાલેએ અમૃતસરમાં હરિમંદિર સાહિબ સંકુલને પોતાના મુખ્યાલય તરીકે રાખ્યું હતું… ભિંડરાવાલેને પકડવા ઈન્દિરા ગાંધીના આદેશ પર સેના હરિમંદિર સાહિબમાં પ્રવેશી હતી…અને ખૂબ જ લોહી વહ્યું હતું, ત્યારે આનાથી શીખો ખૂબ ગુસ્સે થયા હતા…..

30 ઓક્ટોબર 1984નો દિવસ હતો.. જ્યારે ઈન્દિરા ગાંધી ઓડિશાના ભુવનેશ્વરમાં રેલી કરી રહ્યા હતા. ત્યારે ઈન્દિરા તેમના પૂર્વ આયોજિત ભાષણની બહાર બોલવા લાગ્યા અને કહ્યું ‘હું આજે અહીં છું. કાલે કદાચ હું અહીં નહીં હોઉં. હું રહું કે ના રહું તેની મને પરવા નથી. મારું લાંબુ જીવન રહ્યું છે અને મને એ વાતનો ગર્વ છે કે મેં મારું આખું જીવન મારા લોકોની સેવામાં વિતાવ્યું છે….  હું મારા છેલ્લા શ્વાસ સુધી આ કરતી રહીશ અને જ્યારે હું મરીશ ત્યારે મારા લોહીના એક-એક ટીપાનો ઉપયોગ ભારતને મજબૂત કરવા માટે કરાશે.’… અને આના 24 કલાક પછી 31 ઓક્ટોબર 1984ની સાંજે સમાચાર આવ્યા કે દેશના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી નથી રહ્યા… ઈન્દિરાના જ પોતાના બે શીખ રક્ષકોએ તેમને ગોળી મારી દીધી હતી. દેશની જનતા અવાચક રહી ગઈ હતી. એવું કહેવાય છે કે ઇન્દિરા ગાંધીને તેમના મૃત્યુનું અનુમાન થઇ ગયું હતું


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પુતિનનો 87.8 ટકા મત સાથે પ્રચંડ વિજય, સળંગ પાંચમી ટર્મ શાસન કરી સ્ટાલિનનો રેકોર્ડ કોડશે

આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની