Indian Navy news/ લાલ સમુદ્રમાં ભારતીય નૌકાદળનું મોટું અભિયાન, હુથી વિદ્ર્હોઓના આતંકનો આપ્યો જવાબ

લાલ સમુદ્રમાં હુથીઓથી લઈને અરબી સમુદ્રમાં સોમાલિયન ચાંચિયાઓ સુધી, ભારતીય નૌકાદળે જોરદાર અભિયાન શરૂ કર્યું છે. ભારતીય નૌકાદળએ માત્ર હુમલો કરનારા માલવાહક જહાજોની મદદ કરી નથી, પરંતુ પાકિસ્તાન અને ઈરાનના દરિયાઈ માછીમારોને પણ સોમાલિયન ચાંચિયાઓના કબજામાંથી મુક્ત કર્યા છે.

Top Stories India
YouTube Thumbnail 2024 02 03T173827.545 લાલ સમુદ્રમાં ભારતીય નૌકાદળનું મોટું અભિયાન, હુથી વિદ્ર્હોઓના આતંકનો આપ્યો જવાબ

લાલ સમુદ્રમાં હુથીઓથી લઈને અરબી સમુદ્રમાં સોમાલિયન ચાંચિયાઓ સુધી, ભારતીય નૌકાદળે જોરદાર અભિયાન શરૂ કર્યું છે. ભારતીય નૌકાદળએ માત્ર હુમલો કરનારા માલવાહક જહાજોની મદદ કરી નથી, પરંતુ પાકિસ્તાન અને ઈરાનના દરિયાઈ માછીમારોને પણ સોમાલિયન ચાંચિયાઓના કબજામાંથી મુક્ત કર્યા છે. ચીન પોતાને મહાસત્તા માને છે અને પોતે જ વધુ શક્તિશાળી છે તેવા ભ્રમમાં રાચે છે. મહાસત્તા હોવા છતાં ચીન અરબી સમુદ્રમાં હુથી વિદ્રોહીઓના આતંકનો સામનો કરવામાં પીછેહઠ કરતા રહ્યા છે.  અરબી સમુદ્રમાં વેપારી જહાજોને નિશાન બનાવનાર ચાંચિયાઓ વિરુદ્ધ ચીન અત્યાર સુધી વળતા હુમલાના ડરથી કોઈપણ સંકટમાં મદદ આપવાથી ભાગી રહ્યું હતું. જેના કારણે સમગ્ર વિશ્વમાં ચીનની બદનામી થઈ રહી હતી. હવે ચીની નૌકાદળે તે ચીની જહાજોને સુરક્ષા આપવાનું શરૂ કરી દીધું છે જે હુથિઓના ગઢ એવા લાલ સમુદ્રમાંથી પસાર થઈ રહ્યા છે.

એક મીડીયા અહેવાલ મુજબ, અરબી સમુદ્રમાં આ બદલાવ એવા સમયે થયો છે જ્યારે વિવિધ કાર્ગો શિપિંગ કંપનીઓએ હુથીઓના હુમલાના ડરથી લાલ સમુદ્રનો માર્ગ અપનાવવાનું બંધ કરી દીધું હતું. ગયા નવેમ્બરથી, ઈરાન સમર્થિત હુથીઓએ લાલ સમુદ્રમાં ઘણા જહાજો અને યુદ્ધ જહાજો પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ઈઝરાયેલ ગાઝા પર હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી તેઓ ઈઝરાયેલની માલિકીના જહાજોને નિશાન બનાવતા રહેશે. હુથીઓના આ હુમલા બાદ અમેરિકા અને વિશ્વના ઘણા દેશોએ યમન પર ભયાનક હુમલાઓ શરૂ કર્યા છે.

Israel-Hamas War: Indian Navy Takes Proactive Measures To Safeguard Red Sea  Trade Routes | India News, Times Now

દરમિયાન, ભારતીય નૌકાદળે પણ અરબી સમુદ્રથી લાલ સમુદ્રમાં તેના યુદ્ધ જહાજોની અણધારી તૈનાતી કરી છે. આ જ કારણ છે કે દુનિયાભરમાં ભારતીય નૌકાદળના વખાણ થઈ રહ્યા છે. એટલું જ નહીં, ઘણા નિષ્ણાતોએ ચીનને ભારત પાસેથી પાઠ શીખવા માટે પણ કહ્યું હતું. તાજેતરમાં, એડનના અખાતમાં એક વેપારી જહાજ માર્લિન લુન્ડા પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેણે મુશ્કેલીમાં દરેકને અપીલ કરી હતી પરંતુ કોઈ આવ્યું ન હતું. તે પણ ત્યારે જ્યારે ચીન અને અમેરિકા બંને જીબુટીમાં નેવલ બેઝ ધરાવે છે. આ પછી ભારતીય નૌકાદળ પીડિત જહાજની મદદ માટે પહોંચી ગયું.

આ ઘટના બાદ યુરોપ સ્થિત ઈતિહાસકાર અને સંશોધક માર્ટિન સોરબ્રેએ ટ્વિટર પર લખ્યું, ‘ભારતે આગેવાની લીધી છે. મહાસત્તાઓ વધી રહી છે. ચીનને લાડ લડાવવાનું બંધ કરો. બ્રિટિશ પત્રકાર માર્ક અર્બને ભારતીય નૌકાદળની કાર્યવાહીને ‘આકર્ષક’ ગણાવી હતી. તેમણે કહ્યું કે લાલ સમુદ્ર અને એડનની ખાડીના સંકટમાં ચીન નહીં, ભારત લોકોને મદદ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ચાંચિયાઓ અને હુથીઓના હુમલાથી સુરક્ષા આપવા માટે ભારતે લાલ સમુદ્રના પૂર્વમાં એક ડઝનથી વધુ યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. આ વિસ્તારમાં ભારતની અત્યાર સુધીની આ સૌથી મોટી તૈનાતી છે.