સુરેન્દ્રનગર/ દસાડાના ઝાલા દરબારની અમેરિકામાં “ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસ”ના ચેરમેન તરીકે વરણી

દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી યુએસએના કેલીફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરમાં વસતા અને વિદેશી ધરતી પર ભારતની સુગંધ ફેલાવનારા કનકસિંહ ઝાલાની અમેરિકામાં સને 1999થી કાર્યરત….

Gujarat Others
YouTube Thumbnail 2024 01 11T142524.286 દસાડાના ઝાલા દરબારની અમેરિકામાં "ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસ"ના ચેરમેન તરીકે વરણી

@પ્રિયકાંત ચાવડા 

Surendranagar News: ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી યુએસએના કેલીફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરમાં વસતા અને વિદેશી ધરતી પર ભારતની સુગંધ ફેલાવનારા કનકસિંહ ઝાલાની અમેરિકામાં સને 1999થી કાર્યરત “ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસ”ના પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. પ્રથમ વખત આ પદે કોઈ ગુજરાતીની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ૧૦,૦૦૦ સભ્યોમાંથી કનકસિંહ ઝાલા આ પદ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

YouTube Thumbnail 2024 01 11T142635.305 દસાડાના ઝાલા દરબારની અમેરિકામાં "ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસ"ના ચેરમેન તરીકે વરણી

વધુમાં તેઓ યુએસ-ઇન્ડિયા બિઝનેસ એલાયન્સ ઓફ સોશ્યલના પણ પ્રમુખ છે. જમીનદાર, સમૃદ્ધ અને સંપન્ન છતાં એકદમ સરળ, નિખાલસ, સહજ અને નમ્ર વ્યક્તિત્વ ધરાવતા અને ગુજરાતીયન્સ ઓફ નોર્થ અમેરિકા સંસ્થાના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર એવા કનકસિંહ ઝાલા હોટલ બિઝનેસના કિંગ કહેવામાં આવે છે. અને તેઓ વિદેશની ધરતી પર રહીને ભારત અને ભારતીયતાની સુવાસ ફેલાવી રહ્યાં છે.

YouTube Thumbnail 2024 01 11T142715.273 દસાડાના ઝાલા દરબારની અમેરિકામાં "ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસ"ના ચેરમેન તરીકે વરણી

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ સંસ્થા દ્વારા ભારત સરકારના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલનું તેમના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન (DC) પધાર્યા હતા, ત્યારે એમણે વિદેશમાં રહીને પણ પોતાના દેશ (ભારત)ને કઈ રીતે મદદરૂપ થઇ શકાય એ બાબતે વિગતે ચર્ચા-વિચારણા પણ કરી હતી. બૉલીવુડ ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીના દિગ્દર્શનમાં બનેલી અદ્ભૂત ફિલ્મ “વેક્સીન વોર”ના USAના પ્રવાસ દરમિયાન કનકસિંહ ઝાલાને”બેસ્ટ વેક્સીન વોરિયર” એવોર્ડ એમના દ્વારા જ અર્પણ કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….