ભષ્ટાચાર/ લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉદ્ધાર ક્યારે ? 

જમીન અને સંઘર્ષ તે માનવીના ઉત્પતિથી જ ઝઘડા અને વિવાદનું કારણ છે. સદીઓ અગાઉથી ચાલ્યો આવેલો સામંતશાહી યુગ, જમીનદાર યુગ કદાચ થોડા દાયકાઓ પહેલા જ અસ્ત થયો છે. જો, કે

Top Stories Mantavya Vishesh
land grabing act લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉદ્ધાર ક્યારે ? 

જમીન અને સંઘર્ષ તે માનવીના ઉત્પતિથી જ ઝઘડા અને વિવાદનું કારણ છે. સદીઓ અગાઉથી ચાલ્યો આવેલો સામંતશાહી યુગ, જમીનદાર યુગ કદાચ થોડા દાયકાઓ પહેલા જ અસ્ત થયો છે. જો, કે આ બન્ને સ્ટેટ્સ ભોગવી ચૂકેલા લોકોના દિમાગ પર આજે પણ તેમનો દબદબો દિમાગના કોઈ ખૂણામાં પડેલો છે જ. બિહાર, યુપી, રાજસ્થાન સહિતનાં દેશના અનેક રાજ્યોમાં તો આજે પણ જમીનદારો માથું ઊંચકી લોકોનું અનેકરીતે શોષ્ણ કરે છે. અને વળી ભૂમાફિયાગિરી પણ તેટલી જ હદે પ્રસરેલી જોવામાં આવે છે. તો ક્યાંક જમીનના સાચા- ખોટા ઝઘડાઓમાં સ્ત્રીઓ સાથે અને ખાસ તો દલિત વર્ગના લોકોને છેલ્લી કક્ષાએ પ્રતાડિત કરાય છે. આવી ધટના વારંવાર આપણું માથું શરમથી ઝુકવી જાય તેવા પણ બનાવો બનતા હોય છે.

@કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી….
rina brahmbhatt1 લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉદ્ધાર ક્યારે ? 

જો, કે માફિયાગીરી શબ્દ આજે દરેક ક્ષેત્રે ઊંડા મૂળિયાં નાખી ચૂક્યો છે. આ લોકો સત્તાની સમાંતર તેમનું બેખોફ શાસન ચલાવતા હોય છે. અને આ આખી ચેન તે પ્રકારે ગોઠવાયેલી છે કે, ઉપરથી લઇ નીચે સુધીના સિસ્ટમમાં રહેલા લોકો પણ તેમનો કયાકને ક્યાંક હાથો હોય છે. અને આ ગોઠવણને કારણે જ તેઓ બડા રુતબાથી તેમની માફિયાગીરીને અંજામ આપી જમીન, મકાન, વ્યાજખોરી, સટ્ટાખોરી જેવી કેટલીય ચીજ વસ્તુમાં ગજ વગાડતા હોય છે. ખનન ક્ષેત્રથી લઇ નદીની રેતીને પણ આ લોકોએ નથી છોડી અહીં પણ માફિયાગીરીનો દબદબો છે.

ખાસ ઉલ્લેખનીય છે કે, સામાન્ય લોકો, સામાન્ય ખેડૂતો અને જામીનધારક લોકો માટે ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા હાલમાં જ ભુમાફિયા દ્વારા જમીન હડપ કરવાની પ્રવૃત્તિને અટકાવતો “ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ ” અમલમાં લાવવામાં આવ્યો છે. જે એક ખુબ જ મોટા રાહતના સમાચાર છે. કેમ કે, આ ટોળીએ લોકોને ડરાવી-ધમકાવી આવી કેટલીય જમીનો કે જમીનો પર તોડ કરી લોકોના નાકમાં દમ કરી નાખ્યો હતો. ચાલો આ મામલાને થોડો નજીકથી જાણવાની કોશિશ કરીએ…

ઔધીગીકરણ બાદ જમીનના ભાવોમાં આવેલ ઉછાળાના પગલે જમીનમાં તેજી આવતા આ માફિયાઓ આ ક્ષેત્રે સક્રિય થઇ ગયા હતા. અને જમીન ધરાવતા લોકોનું નાક દબાવવા કિંમતી જમીનો પર મોટાભાગે બનાવટી મહેસુલી તકરારો ઉભી કરવા કાયદાની આંટીઘુટીનો લાભ લેતા થઇ ગયા હતા. ખાસ તો ટાઇટલ ક્લિયરમાં આવી કોઈ ઉપજાવી કાઢેલી તકરાર ઉભી કરી આખી પ્રક્રિયાને વિલંબમાં નાખી મોટી રકમોની ઉઘરાણી કરતા.  રાજ્ય સરકારે સામાન્ય ખેડૂતો, ખાનગી વ્યક્તિ કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાની માલિકીની જગ્યા પર ગેરકાયદે કબ્જો મેળવી લઇ જમીન હડપ કરી જનારાઓ માટે આ કાયદાની કડકમાં કડક જોગવાઈ અમલમાં મૂકી.

આપને જણાવી દઇએ કે, આ કાયદા હેઠળ ગુનેગારો દોષિત ઠરે તો ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કીમંત સુધીના દંડને પાત્ર રહેશે. જેમાં કોઈ લેભાગુ તત્વો કોઈની જમીનમાં ખોટી ફરિયાદ કે અરજી કરીને તેનું ટાઇટલ બગાડવાની પ્રવૃત્તિ ના કરી શકે તે હેતુંથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે.

raju bhatt લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉદ્ધાર ક્યારે ? 

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અને તેની અસરો અંગે રેવન્યુ અધિકારી રાજૂ બ્રહ્મભટ્ટ જણાવે છે કે, બાનાખત, વેચાણ આપનારને પૂરો અવેજ નથી મળ્યો કે દસ્તાવેજમાં બનાવટી સહી કે પાવર ઓફ એટર્ની ખોટી હોવાની રજૂઆતને આધારે આવા લીટીગેશન ઉભા કરીને માફિયાઓ તોડબાજી કરતા હતા. જે બાબતે અત્યાર સુધી રેવન્યુ કોર્ટો માત્ર કવોસીં જ્યુડિશિયલ કાર્યવાહી કરતા હોય છે. રેવન્યુ રેકોર્ડ પર મિલકતના હક્કની જ.મ.કા કલમ-135 સી ના આધારે જ નોંધો કરવામાં આવે છે. તેમાં બાનાખત કે વેચાણ કરારનો સમાવેશ થતો નથી તેમજ “Transfer of Proparty Act” ની કલમ-54 ના પેરા (2) મુજબ બાનાખત થી કોઈ મિલ્કતમાં હક્ક પ્રાપ્ત થઇ જતો નથી.

વિશેષમાં આ મામલે, કાયદાકીય પરિસ્થતિ અનુસાર, બાનાખત હોલ્ડરે સ્પેસિફિક પરફોર્મન્સ માટે , સિવિલ કોર્ટનો હુકમ મેળવવો પડે છે. જેથી તેમાં હુકમ કે મનાઈ હુકમ ન થાય ત્યાં સુધી રેવન્યુ કોર્ટ કોઈ મદદ ના કરી શકે. વળી બાનાખત આધારે થતી તકરારી નોંધોમાં સર્કલ ઓફિસરની કોઈ ભૂમિકા ના હોવાથી, મામલતદાર કક્ષાએ આવા કેસોનું ભારણ વધી જતું હતું. અમે સામે છેડે આ લોકો કાયદાના લૂફોલ્સને જ હાથો બનાવી લોકોને રંજાડતા અને સરકારી કચેરીઓનો પણ સમય વેડફતા હતા. ત્યારે આ કાયદા બાદ આવા કેસો પ્રાંત કક્ષાએ ન વધે અને અને લોકોને ત્વરિત નિર્ણય મળે તેવો સુધારો આવકાર્ય છે. જે લોકોની સાથે તંત્રના પણ હિતમાં છે.તેમ રાજૂ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

hatt લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉદ્ધાર ક્યારે ? 

રેશ્મા (રીઅલ એસ્ટેટ સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટ એકેડેમી ) ના પ્રોફેસર અને ડાયરેક્ટર મિતેષ ઠક્કર ના જણાવ્યા અનુસાર, આ કાયદાથી જમીન ધારક માલિકો, ખેડૂતો, સંસ્થાઓ ને ખુબ જ મોટી રાહત મળી છે. સરકારનો આ નિર્ણય જમીન માલિકો માટે ઐતિહાસિક ક્ષણ સાબિત થશે. આવા તત્વો દ્વારા ગેરકાયદે ખોટો કબ્જો, ખોટી તકરારો દ્વારા પ્રક્રિયામાં વિલમ્બ અને સરકારી કલાકો પણ વેડફવામાં આવતા હતા. તેનો બચાવ થશે. લોકો હવે રાહતના શ્વાસ લેશે. આ એક ક્રાંતિકારી કાયદો બનશે.

બાકી, અત્યાર સુધી જમીન માલિકો કોઈને જમીન વાવણી માટે આપે તો પણ આ લોકો જમીનની કિંમત જોઈને પોતે કબ્જેદાર છે તેવી તકરારો પણ ઉભી કરતા. જો, કે અહીં તેમ માનવું ભૂલ ભરેલું હશે કે, આવા ભૂમાફિયાઓ તે કોઈ ગુંડાઓ જ હશે..બલ્કે આ હીન પ્રવૃત્તિમાં નેતાઓથી લઈને સમાજના કહેવાતા કે બની બેઠેલા આગેવાનો ની સામેલગીરી પણ વખતોવખત સામે આવી છે. જેમાં ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરની પણ આવી માફિયાગીરી અંગે વિગતો હાલમાં જ બહાર આવી છે. ત્યારે આ મુદ્દે ભાજપે પણ શરમમાં મુકવા વારો આવ્યો છે.

કહેવાનો આશય છે કે, સમાજના દરેક ક્ષેત્રમાં વ્યાપ્ત માફિયાગીરીના મૂળ ભ્રષ્ટાચાર અને ગુનાહિત કૃત્યોના લિસ્ટ માં સામેલ જણાય છે. ભ્રસ્ટાચારને ડામવાનો રસ્તો પણ અહીંથી જ પસાર થાય છે. કેમ કે, વાડ વિના વેલ ના ચડે તેમ તંત્રમાં બેઠેલા આકાઓના સહકાર વિના આ માફિયાઓ માથું ઊંચી શકતા નથી. ત્યારે આ દબંગગીરીના ડામવા આ કાયદો ફુલપ્રુફ સાબિત થશે તેમ હાલ તો જણાઈ રહ્યું છે. પરંતુ તે પણ ના ભુલાય કે, દરેક કાયદામાં કોઈ તો છીંડા હોય જ છે. જેનો લાભ કેમ લેવો તે આ તત્વો સારી રીતે જાણતા હોય છે. તેથી રૃપાણીજીએ અન્ય ક્ષેત્રોમાં રહેલ માફિયાગીરીને પણ આ જ પ્રકરે કચડવા આવી જ જોગવાઈઓ આરંભવી જોઈશે..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…