IOCL company/ બજેટ પહેલા મોંઘવારીનો મોટો ફટકો, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો

દેશમાં જુદા-જુદા રાજ્યોમાં 19 કિ.ગ્રાના ભાવમાં જુદો-જુદો વધારો થયો છે. હાલમાં ડોમેસ્ટીક LPG સિલિન્ડર એટલે કે ઘરેલુ રાંધણ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Top Stories India
YouTube Thumbnail 88 બજેટ પહેલા મોંઘવારીનો મોટો ફટકો, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો

ઓઈલ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. બજેટ પહેલા સામાન્ય જનતાને મોટો ફટકો પડ્યો છે. સામાન્ય જનતા આજે મોંઘવારીમાંથી રાહત મેળવવા પ્રયાસ કરી રહી છે. ત્યારે આજે જનતા પર મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. આજથી LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ ભાવ વધારો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. LPG સિલિન્ડરના ભાવમાં ઓઈલ કંપનીઓએ 14 રૂપિયાનો વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓએ આ ભાવ વધારો આજે 1 ફેબ્રુઆરીથી લાગુ કર્યો છે. જો કે હાલમાં ડોમેસ્ટીક LPG સિલિન્ડર એટલે કે ઘરેલુ રાંધણ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

content image e6827af2 ad53 4ebf 805e 303029451d39 બજેટ પહેલા મોંઘવારીનો મોટો ફટકો, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો

દેશમાં જુદા-જુદા રાજ્યોમાં 19 કિ.ગ્રાના ભાવમાં જુદો-જુદો વધારો થયો છે. IOCL ની વેબસાઈટ મુજબ આજે 1 ફેબ્રુઆરી 2024થી  કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવ વધારો લાગુ થઈ ગયો છે. જે મુજબ રાજધાની દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ 1769.50 રૂપિયા, કલકત્તામાં 1887, મુંબઈમાં 1723, ચેન્નાઈ 1937 રુપિયા થયો છે.  અગાઉ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ગત વર્ષના જાન્યુઆરી મહિનામાં ઘટાડો કરાયો હતો. જે બાદ દિલ્હી – મુંબઈ સુધીનો પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ. 1.50 રૂપિયાથી 4.50 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો.

આજે મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ થવાનું છે. આગામી લોકસભા ચૂંટણીને લઈને આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટને લઈને લોકોને મોટી અપેક્ષાઓ છે. હાલમાં મોંઘવારી બેકાબૂ બની છે. ત્યારે દેશની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિ.ગ્રાના કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવ વધારો ઝીંકતા તેની અસર સામાન્ય જનતા પર જોવા મળી શકે છે. કોમર્શયિલ સિલિન્ડરના ભાવ વધતા હોટલોનો બીલ મોંઘા થઈ શકે છે. કોરોના બાદ સામાન્ય રીતે લોકો હવે વીક એન્ડમાં બહાર જવાનો જ પ્લાન કરતા હોય છે. અને હવે કોમર્શીયલ સિલિન્ડરના ભાવ વધતા વ્યાવસિયકો પણ પોતાના ઉત્પાદનોમાં આંશિક વધારો કરી શકે છે. આ બધાની અસર આખરે પ્રજા પર જ જોવા મળે છે.


આ પણ વાંચો:ઝારખંડ/ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ,કલાકોની પુછપરછ બાદ EDએ કરી મોટી કાર્યવાહી

આ પણ વાંચો:ઝારખંડ/મુખ્યમંત્રી હેમંત સોરેને રાજીનામું આપ્યું,નવા મુખ્યમંત્રી ચંપઇ સોરેન બનશે 

આ પણ વાંચો:પ્રહાર/ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ બાદ રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર