સ્મરણ શક્તિ/ હિંમતનગરનો મંત્ર પટેલ બોલી રહ્યો છે વૈદિક એ બી સી ડી,તમે નથી સાંભળી, તો બધા કામ બાજુ પર મુકી પહેલા સાંભળી લેજો

દરેક વ્યક્તિમાં અમર્યાદિત બુદ્ધિ ક્ષમતા એ ભગવાને આપેલી વિશિષ્ટ તાકાત છે જોકે કેટલાક બાળકો ને મળેલી અદ્વિતીય સ્મરણ શક્તિનો પરિવારજનોને બાળપણથી જ અનુભવ થતો હોય છે જેમાં સામાન્ય બાળકો મોબાઇલ સહિત નાની મોટી રમતોમાં સમય પસાર કરતા હોય છે

Gujarat Others
Untitled 91 1 હિંમતનગરનો મંત્ર પટેલ બોલી રહ્યો છે વૈદિક એ બી સી ડી,તમે નથી સાંભળી, તો બધા કામ બાજુ પર મુકી પહેલા સાંભળી લેજો

@દીપકસિંહ રાઠોડ 

દરેક વ્યક્તિમાં અમર્યાદિત બુદ્ધિ ક્ષમતા એ ભગવાને આપેલી વિશિષ્ટ તાકાત છે જોકે કેટલાક બાળકો ને મળેલી અદ્વિતીય સ્મરણ શક્તિનો પરિવારજનોને બાળપણથી જ અનુભવ થતો હોય છે જેમાં સામાન્ય બાળકો મોબાઇલ સહિત નાની મોટી રમતોમાં સમય પસાર કરતા હોય છે પરંતુ હિંમતનગર નો એક બાળક વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સાથે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે.અત્યાર સુધી તમે એ બી સી ડી સાંભડી હશે જેમાં એ ફોર એપ્રિલ બી ફોલ બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ પરંતુ હિંમતનગર ના એક બાળક ના મુખે તમે સાંભળશો વૈદિક એ બી સી ડી જી હા.. તો સાંભળો આ બાળકને જે બોલી રહ્યો છે વૈદિક એ બી સી ડી.

Untitled 91 2 હિંમતનગરનો મંત્ર પટેલ બોલી રહ્યો છે વૈદિક એ બી સી ડી,તમે નથી સાંભળી, તો બધા કામ બાજુ પર મુકી પહેલા સાંભળી લેજો

સામાન્ય રીતે પાંચ થી છ વર્ષની ઉંમર પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવવા માટેની પણ યોગ્યતા ધરાવતી નથી સાથો સાથ છ વર્ષની ઉંમરે મોટાભાગના બાળકો નાની મોટી રમતો સહિત મોબાઈલની ગેમ સહિત નર્સરી વર્ગ એક અને બે માં અભ્યાસની ઉંમર છે.તો આ બધાથી જ વિપરીત છે હિંમતનગર નો બાળક કે જે છ વર્ષની ઉંમરનો મંત્ર પટેલ મોટાઓને પણ શરમાવે તેવા સંસ્કૃતના કઠિન શ્લોક નું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે જાપ કરે છે તેમજ શિવ તાંડવ જેવા શ્લોકોનું મુખપાઠ કરે છે મોટાભાગે શિવ તાંડવ ગાયત્રી ચાલીસા હનુમાન ચાલીસા તેમજ ગણપતિ ચાલીસા સહિત શ્રીમદ્ ભગવત ગીતાના પાઠ કરવા માટે વિશિષ્ટ તૈયારી કરવી પડતી હોય છે તેમજ સતત મહાવરા ના પગલે જ આવા શ્લોકો અને મંત્રો કંઠસ્થ થઈ શકે છે જોકે છ વર્ષની ઉંમર ધરાવતા મંત્ર પટેલ ને વિશેષ કોઈ સલાહ સુચન કે તૈયારી વિના બાળપણથી જ જાણે કે કંઠસ્થ હોય તેમ મોટા ભાગની ચાલીસા સહિત શ્રીમદ્ ભગવત ગીતા અને શિવ તાંડવ કંઠસ્થ કર્યા છે.

Untitled 91 હિંમતનગરનો મંત્ર પટેલ બોલી રહ્યો છે વૈદિક એ બી સી ડી,તમે નથી સાંભળી, તો બધા કામ બાજુ પર મુકી પહેલા સાંભળી લેજો

સામાન્ય રીતે બાળકોના જન્મદિવસે નાના-મોટા રમકડા સહિત તેમની મનપસંદ ચીજ વસ્તુઓ આપીને તેમને ખુશ કરાવતા હોય છે ત્યારે મંત્ર પટેલ ના જન્મદિન નિમિત્તે ત્રણ વર્ષ અગાઉ અપાયેલ શ્રીમદ્ ભગવદગીતા થકી તેનામાં આમૂલ પરિવર્તન આવ્યું છે આજે મંત્ર પટેલ મોટાઓને પણ શરમાવે તેવા મંત્રો તદ્દન સરળતાથી સ્પષ્ટ ઉચ્ચાર સાથે બોલી બતાવે છે સાથોસાથ તેના મિત્રોને પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની શ્રેષ્ઠતા બતાવી ધર્મ અને કર્મના પાઠ શીખવી રહ્યો છે જોકે મંત્ર પટેલની અદ્વિતીય બુદ્ધિ ક્ષમતા વધારવામાં માતા-પિતાનો પણ વિશેષ રોલ રહ્યો છે તેમને બાળપણ થી જ ભારતીય સંસ્કૃતિ સહિત વૈદિક સંસ્કૃતિ ઉપર વિશેષ ભાર આપ્યો હોવાના પગલે આજે મંત્ર પટેલ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે જોકે પોતાની વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સહિત સ્મરણ શક્તિ અને વાત છતાં મંત્ર પટેલ કંઇક આવું જણાવી રહ્યા છે.

Untitled 92 હિંમતનગરનો મંત્ર પટેલ બોલી રહ્યો છે વૈદિક એ બી સી ડી,તમે નથી સાંભળી, તો બધા કામ બાજુ પર મુકી પહેલા સાંભળી લેજો

જોકે છ વર્ષની ઉંમર હોવા છતાં મંત્ર પટેલ ના માતા પિતા આજે તેમના દીકરા માટે ગૌરવ લઈ રહ્યા છે સામાન્ય રીતે પોતાનું સંતાન વિશેષ કાર્ય કરે તેમ જ મોબાઈલ કે અન્ય પરીક્ષાઓમાં વિશેષ સિદ્ધિ મેળવે તો મા-બાપને ગૌરવ થતું હોય છે પરંતુ છ વર્ષના મંત્ર પટેલે અત્યારથી જ વિશિષ્ટ સ્મરણશક્તિ તેમજ ધારદાર વાક્છટા ના પગલે મા બાપ માટે અત્યારથી જ ગૌરવ સમાન બની રહ્યો છે ત્યારે મા-બાપ માટે ભારતની વૈદિક સંસ્કૃતિ માટે મહત્વ હોવાના પગલે હવે તેમનો દીકરો મંત્ર પટેલ પણ અત્યારથી જ વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય તેમ છે જોકે છ વર્ષનો મંત્ર પટેલે 60 વર્ષના સતત તૈયારીઓ કરનારા અને હોમ હવન યજ્ઞ સહિત વિશિષ્ટ માન સન્માન મેળવનારાઓ માટે પણ અચરજ બની રહ્યા છે ત્યારે મંત્ર પટેલ ની સિદ્ધિ માટે તેમની માતા પોતાની નોકરી છોડી દિકરામાં સંસ્કાર નુ સિંચન કરી રહી છે તો પીતા પણ બાળક માટે અથાક મહેનત કરે છે.

જોકે એક તરફ સમગ્ર વિશ્વ ભારત સહિત વૈદિક સંસ્કૃતિ મામલે વિશેષ આદરભાવ ધરાવે છે.ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા મંત્ર પટેલની બુદ્ધિ ક્ષમતા આગામી સમયમાં ગુજરાત સહિત સમગ્ર દેશ માટે કંઈક નવો ચીલો ચિતરે તો નવાઈ નહીં તો સામે જે બાળકો મોબાઈલ ટીવી માં રચ્યા પચ્યા રહે છે ત્યા બાળકોને મોબાઈલ નહિ પણ ઘાર્મિક પુસ્તક આપો.

આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!