Weather Update/ વાવાઝોડા બાદ બનાસકાંઠામાં સૌથી વધારે વરસાદ, છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

બનાસકાંઠા અને પાટણમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને ઠેક ઠેકાંણે માલહાનિના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. છેલ્લા થોડાક સમયમાં રાજ્યમાં 100થી

Top Stories Gujarat Others
Banaskantha

વાવાઝોડા બાદ વરસાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં તો છેલ્લા બે દિવસમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.  જેમાં બનાસકાંઠા અને પાટણમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને ઠેક ઠેકાંણે માલહાનિના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. છેલ્લા થોડાક સમયમાં રાજ્યમાં 100થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તાજેતરમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં નોધાયો છે.

બનાસકાંઠામાં વરસાદ વરસી રહ્યો છે  જેના લીધે અહીં સ્થિતિ બગડતી જોવા મળી રહી છે.  બનાસકાંઠાના હાઇવે, રસ્તાઓ પર પાણી ભરાયા ગયા છે, સાથે સાથે ગામાડાઓની સ્થિતિ પણ વધુ ખરાબ બની છે. રસ્તા, નાળા તૂટતાં અને વરસાદી પાણી ભરાઇ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ બનાસકાંઠામાં ધોધમાર વરસાદમાં રેલના પાટા પણ ધોવાઈ ગયા છે. પાણીનું વહેણ વધતા પાટા હવામાં લટકી ગયા છે. ધાનેરાના મોટી ડુગડોલ નજીક રેલવે ટ્રેક ધોવાયો છે. પાણીના પ્રવાહમાં રેલવે ટ્રેક નીચે જમીન ધોવાઈ ગઇ છે.

બનાસકાંઠામાં  ઉપરવાસમાં ભારે વરસાદ નોધાયો છે , જેને પગલે રેલ નદીમાં પાણીની આવકમાં મોટો વધારો નોધાયો છે. જેના કારણે લોકોમાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ નદી વિસ્તારોના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.બનાસકાંઠામાં  વીંછીવાડી ગામે વોળામાં પાણી ભરાઈ ગયું છે. હડતા, વીંછીવાડી ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. જેના કારણે ખેડૂત એ વાવેલા પાકને પહોચ્યું છે. આખા ખેતરમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે.

બનાસકાંઠાના મોટાભાગના ગામોને મોટુ નુકસાન પહોંચયુ છે. અત્યારે સામે આવેલા આંકડા અનુસાર, જિલ્લમાં 14 ગામોમાં વધુ વરસાદ ખાબક્યો છે અને નુકસાન પણ પહોંચ્યુ છે.
 
છેલ્લા 24 કલાકના બનાસકાંઠામાં વરસાદના આંકડા  

વાવ 123 મીમી વરસાદ
થરાદ 125 મીમી વરસાદ
ધાનેરા 151 મીમી વરસાદ
દાંતીવાડા 39 મીમી વરસાદ
અમીરગઢ 67 મીમી વરસાદ
દાંતા 94 મીમી વરસાદ
વડગામ 151 મીમી વરસાદ
પાલનપુર 117 મીમી વરસાદ
ડીસા 88 મીમી વરસાદ
દિયોદર 151 મીમી વરસાદ
ભાભર 112 મીમી વરસાદ
કાંકરેજ 57 મીમી વરસાદ
લાખણી 119 મીમી વરસાદ
સુઇગામ 112 મીમી વરસાદ

આ પણ વાંચો:વાવાઝોડાથી ચોરોને થયો ફાયદો, ઇડરમાં 11 દુકાનોમાં ત્રાટક્યા તસ્કરો, મંદિરમાં પણ કરી ચોરી

આ પણ વાંચો:બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી

આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત ક્યારે થશે, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..