ભાવનગર/ મછરીનો ઉપદ્રવ વાહનચાલકો માટે બન્યો માથાનો દુખાવો, બની રહ્યું છે અકસ્માતનું કારણ

ભાવનગરમાં મછરીનો ઉપદ્રવ વાહન ચાલકો માટે અકસ્માતનું કારણ બની શકે છે.છેલ્લા ઘણા દિવસથી શહેરમાં મછરીનો ત્રાસ વધી રહ્યો છે. છતાં મનપાના અર્બન મેલેરિયા વિભાગના ફોગીંગ મશીન ધૂળ ખાઈ રહ્યા છે.

Gujarat Others
મછરીનો

ભાવનગરમાં મછરીનો ઉપદ્રવ વાહન ચાલકો માટે અકસ્માતનું કારણ બની શકે છે.છેલ્લા ઘણા દિવસથી શહેરમાં મછરીનો ત્રાસ વધી રહ્યો છે. છતાં મનપાના અર્બન મેલેરિયા વિભાગના ફોગીંગ મશીન ધૂળ ખાઈ રહ્યા છે.  વાતાવરણમાં પલટો આવતા જીવજંતુઓ ઉદભવતા હોય છે ત્યારે શિયાળાના અંતમાં મોટા ભાગે મછરીની ત્રાસ વધતો હોય છે.આવુ જ હાલ ભાવનગરમાં જોવા મળી રહ્યું છે. શહેરમાં ઘણા સમયથી મછરીના ઉપદ્રવના કારણે વાહનચાલકોને મુશ્કેલી વધી રહી છે.

આઆ મછરીનો ઉપદ્રવ વાહનચાલકો માટે બન્યો માથાનો દુખાવો, બની રહ્યું છે અકસ્માતનું કારણ

ભાવનાગરમાં મછરીનો ત્રાંસ વધી રહ્યો છે. ત્યારે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે મહાનગર પાલિકા પાસે પડેલા ફોગીંગ મશીન ધૂળ ખાઈ રહ્યા છે.પરંતુ તંત્રને લોકોની સમસ્યા માટે કોઈ પડી નથી. તેમજ મછરીના ત્રાંસથી વાહનચાલકોને પડતી તકલીફને લઈને દવાનો છટકાવ પણ કરવામાં આવતો નથી.

આઆ 1 મછરીનો ઉપદ્રવ વાહનચાલકો માટે બન્યો માથાનો દુખાવો, બની રહ્યું છે અકસ્માતનું કારણ

ભાવનગર મહાનગર પાલિકાના અર્બન મેલેરિયા વિભાગ પાસે 14 હેન્ડ ફોગીંગ મશીન  છે જેની કિંમત 10 લાખ 92 હજાર છે.તેમજ જાહેર રોડ પર વાપરવા માટે 4 ઝમ્બો ફોગીંગમશીન છે.જેની કિંમત અંદાજે 42 લાખ છે.પરંતુ અધિકારી વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે, રોડ પર ફોગીંગ કરવાથી કોઈ અસર થતી નથી માટે મછરી માટે કોઈ ફોગીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી.ત્યારે 42 લાખના ફોગીંગ મશીનનું શું કરવાનું છે. જોવાનું રહ્યું કે ભાવનગરમાં મછરીનો ત્રાસ ક્યારે દૂર થશે અને મનપા અધિકારીઓ શું કાર્યવાહી કરશે.

આ પણ વાંચો:નેશનલ ગેમ્સમાં ગયેલી સુરતની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, મહેસાણાના ખેલાડીએ બનાવી ગર્ભવતી

આ પણ વાંચો:જાહેરમાં બર્થડે પાર્ટી કરતા અટકાવતા યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ચાર લોકોની અટકાયત

આ પણ વાંચો:21મી સદીમાં પણ જીવે છે અંધશ્રદ્ધા, પોરબંદરમાં 2 માસની બાળકીને ભુવાએ દીધા ડામ

આ પણ વાંચો:સુરતમાં ભૂકંપના કારણે ધ્રૂજી ઉઠી ધરતી, રિક્ટર સ્કેલ પર મપાઈ 3.8 તીવ્રતા

આ પણ વાંચો:ગુજરાતના આ શહેરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય, દ.આફ્રિકાથી લવાયા મન્કી