શિવસેનાએ શનિવારે સત્તારૂઢ સહયોગી ભાજપ પાર હુમલો બોલતા સુઝાવ આપ્યો હતો કે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પંકજા મુંડેને સર્વસંમતિથી એક કલાક માટે મુખ્યમંત્રી બનવવામાં આવે. જેથી મરાઠા આરક્ષણની ફાઈલને મંજૂરી અપાઈ શકે. મહારાષ્ટ્ર્ના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી પંકજા મુંડેએ ગુરુવારે એવું કહીને રાજનૈતિક ભૂકંપ લાવી દીધો કે મરાઠા આરક્ષણની ફાઈલ એમની પસે આવી હોત તો તેઓ અચકાયા વિના મંજૂરી આપી દેતા, પરંતુ હવે મામલો વિચારાધીન થઇ ગયો છે. મુંડેની આવી ટિપ્પણી બાદ શિવસેનાએ આ સુઝાવ આપ્યો હતો. પંકજા દિવંગત કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેની પુત્રી છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટ સહયોગીનું સમર્થન કરતા શિવસેનાએ કહ્યું કે જો મુંડે એક કલાક માટે મુખ્યમંત્રી બને છે તો કોઈ વાંધો નહિ આવે. તેઓ તરત જ ફાઈલ પર હસ્તાક્ષર કરી આપશે. અને ત્યારબાદ મરાઠા આરક્ષણનો મુદ્દો શાંત થઇ શકે છે. શિવસેનાએ કહ્યું કે મુંડે દાવો કરી રહ્યા છે, જો તેઓ એવું કરી શકતા હોય તો ફડણવીસ કેમ નહિ?
શિવસેનાની આ તીખી ટિપ્પણી પાર્ટીના મુખપત્ર સામના અને દોપહર કે સામનામાં પ્રકાશિત થઇ છે. સાથે જ ફડણવીસે શનિવારે એક સર્વદળીય બેઠક કરી હતી. જેથી આ મુદ્દે સમાધાન કરી શકાય.
મુંડે એ કહ્યું હતું કે આ બાબતે એમણે પ્રધાનમંત્રી મોદી સાથે પણ સંપર્ક કર્યો, જે બાદ મુંડેના નિવેદનને વ્યાપક રૂપ આપતા શિવસેનાએ કહ્યું કે ફડણવીસ આવું કેમ ના કરી શકે.
શિવસેનાએ કહ્યું કે મોદી વધારે સમય દિલ્હીથી બહાર રહે છે. એમને દેશ અને રાજ્યની સમસ્યાઓમાં કોઈ દિલચશ્પી નથી. વધારે સમય તેઓ વિદેશમાં રહે છે. એટલા માટે ફડણવીસ વિચારતા હશે કે તેઓ દિલ્હી પણ જાય છે તો ત્યાં કોની પાસે મદદ માંગશે.