નિમણુક/ અમદાવાદ જીલ્લા પંચાયતની નવી બોડી જાહેર

આગામી ૩૧ તારીખે બેજટ રજુ કરવામાં આવશે જે બજેટ અંદાજે ૫૦ કરોડનું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે

Ahmedabad Gujarat
content image 28ce57c1 5dea 4397 bf5f 5d3e7cffb81b અમદાવાદ જીલ્લા પંચાયતની નવી બોડી જાહેર

માનસી પટેલ, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ

અમદાવાદ જીલ્લા પંચાયત માં આગામી ૩૧ તારીખે બજેટ રજુ કરવામાં આવશે જેમાં અનેક મુદ્દા આવરી લેવામાં આવનાર હોવાનું સત્તાધારી પક્ષના કારોબારી ચેરમેન જણાવી રહ્યા છે….થોડા સમય અગાઉ જ જીલ્લા પંચાયતની ચુંટણી યોજાઈ હતી જેમાં બીજેપીએ નવી બોડી બનાવી છે….આગામી બજેટમાં ગ્રામીણ વિસ્તારના અનેક મુદ્દા એવા છે જેને આવરી લેવામાં આવ્યા છે સૌથો મહત્વનું છે કે ફતેવાડી કેનાલનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી વણ ઉકેલ્યો છે…આમ તો આ કેનાલ મારફતે ખેતી લાયક પાણી આપવામાં આવે છે પરંતુ જામ થઇ જવાના કારણે અનેક સ્થળો પણ હજી સુધી પાણી પહોચતું નથી…ત્યારે તેને લઈને કામગીરી હાથ પર લેવામાં આવશે.

આ સિવાય જો વાત કરીએ તો જીલ્લા વિસ્તારના અંતરિયાળ ગામડાઓ છે જેમાં અનેક સમસ્યા હજી પણ યથાવત છે જેમ કે ગામમાં ઘરે ઘરે સૌચાલય,દરેક ગામમાં પાકા રોડ રસ્તા બનાવવા …. ઘરે ઘરે પાણી પહોચાડવા સહિતના અનેક મુદ્દા એવા છે જેના પર કામગીરી કરવામાં આવશે આ સિવાય જો વાત કરીએ તો ૩૫૦૦ થી વધારે વસ્તી વાળું ગામ હશે અને જેમાં આરોગ્ય કેન્દ્ર નહિ હોય ત્યાં આરોગ્ય સેન્ટર આપવાનો નિર્ણય પણ કરવામાં આવશે આમ પ્રથમ બજેટમાં જ તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવશે