Cricket/ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ માટે પોતાની ટીમની કરી જાહેરાત

પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાનની ટીમે 4 માર્ચથી 5 એપ્રિલ સુધી ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને એક T20 મેચની યજમાની કરવાની છે.

Sports
11 75 પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ માટે પોતાની ટીમની કરી જાહેરાત

પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાનની ટીમે 4 માર્ચથી 5 એપ્રિલ સુધી ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને એક T20 મેચની યજમાની કરવાની છે. ઓસ્ટ્રેલિયા 1998 બાદ પ્રથમ વખત પાકિસ્તાનનો પ્રવાસ કરશે.

આ પણ વાંચો – હિજાબ વિવાદ / પ્રિયંકા ગાંધીએ કહ્યું- ‘બિકીની હોય, ઘુંઘટ હોય કે હિજાબ હોય, મહિલાઓને તેમની પસંદગીના કપડાં પહેરવાનો અધિકાર છે’

સીરીઝની શરૂઆત 4 માર્ચથી રાવલપિંડીમાં થનારી ટેસ્ટ મેચથી થશે. આ પછી ટીમે કરાચીનાં નેશનલ સ્ટેડિયમમાં 12 થી 16 માર્ચ દરમિયાન બીજી ટેસ્ટ મેચ રમવાની છે. બંને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ લાહોરમાં 21 થી 25 માર્ચ દરમિયાન રમાશે. આ સીરીઝની શરૂઆત પહેલા પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોન ટેટને તેમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. પાકિસ્તાને ફરી એકવાર 16 સભ્યોની ટીમની કમાન બાબર આઝમને સોંપી દીધી છે. પસંદગીકારોએ રેપનાં આરોપી લેગ સ્પિનર ​​યાસિર શાહનો પણ ટીમમાં સમાવેશ કર્યો છે. જોકે, તેને રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં રાખવામાં આવ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં એક સગીર છોકરીએ યાસિર અને તેના મિત્ર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો, જેના પગલે લેગ સ્પિનર ​​વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ટેસ્ટ ટીમમાં યાસિર ઉપરાંત મોહમ્મદ અબ્બાસ, કામરાન ગુલામ અને સરફરાઝ અહેમદને રિઝર્વ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાન ટેસ્ટ ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વાઈસ-કેપ્ટન), હરિસ રઉફ, હસન અલી, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, ફવાદ આલમ, ઈમામ-ઉલ-હક, અઝહર અલી, નૌમાન અલી, સાજિદ ખાન , સઈદ શકીલ, શાહીન શાહ આફ્રિદી, શાન મસૂદ, ઝાહિદ મહમૂદ.

રિઝર્વ ખેલાડીઓઃ કામરાન ગુલામ, મોહમ્મદ અબ્બાસ, નસીમ શાહ, સરફરાઝ અહેમદ અને યાસિર શાહ.

આ પણ વાંચો – IND W vs NZ W / ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત નિરાશાજનક રહી, T20 મેચમાં 18 રને મળી હાર

પોતાનું આઇસોલેશન પૂરું કર્યા પછી, ઓસ્ટ્રેલિયન ટીમ 27 ફેબ્રુઆરીનાં રોજ ચાર્ટર્ડ ફ્લાઇટમાં ઇસ્લામાબાદ પહોંચશે, જ્યાં એક દિવસનાં હોટલનાં રૂમ-આઇસોલેશન પછી, ઓસ્ટ્રેલિયન ટીમ પિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી શકશે. આના એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાએ પણ પાકિસ્તાનનાં પ્રવાસ માટે તેની 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ટીમની કમાન પેટ કમિન્સના હાથમાં છે, જ્યારે વાઇસ-કેપ્ટન સ્ટીવ સ્મિથ છે.