T20 World Cup/ પાકિસ્તાન મેચ જીત્યુ પણ કોહલીએ લોકોનું દિલ જીત્યુ, મેચમાં બનાવ્યો આ શાનદાર રેકોર્ડ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી દુબઇ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 49 બોલમાં 57 રન બનાવ્યા બાદ T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

Sports
વિરાટ કોહલી T20 રેકોર્ડ

T20 વર્લ્ડકપ 2021માં રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાઇ. જેમા ભારતને કારમી હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો. જો કે T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે અડધી સદી ફટકારનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ ટુર્નામેન્ટનાં ઇતિહાસમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. T20 વર્લ્ડકપમાં કોહલીનો આ 10મો 50+ સ્કોર છે, તેણે 49 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેના પછી ક્રિસ ગેલનો નંબર આવે છે જેણે T20 વર્લ્ડકપમાં 9 વખત 50+ સ્કોર બનાવ્યો છે.

વિરાટ કોહલી T20 રેકોર્ડ

આ પણ વાંચો – t-20 world cup / વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન હારવાનો રેકોર્ડ તૂટીયો,ભારતનો 10 વિકેટથી પરાજય

ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 49 બોલમાં પાંચ ચોક્કા અને એક છક્કાની મદદથી અડધીસદી ફકારી હતી. આ સાથે વિરાટે T20 વર્લ્ડકપમાં એક ખૂબ જ ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. તે વર્લ્ડકપમાં સૌથી વધુ અડધીસદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે  . વિરાટે T20 વર્લ્ડકપમાં 10 અડધી સદી ફટકારી છે. આ કિસ્સામાં, બીજા નંબરે વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ છે. ગેલે નવ અડધી સદી ફટકારી છે. વળી, ત્રીજા નંબરે શ્રીલંકાનાં ભૂતપૂર્વ બેટ્સમેન મહેલા જયવર્દને સાત અડધી સદી સાથે છે. જો પાકિસ્તાન સામેની મેચની વાત કરીએ તો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે પાકિસ્તાનને જીતવા માટે 152 રનનો ટાર્ગેટ આપ્યો. ટીમ ઈન્ડિયાએ સાત વિકેટનાં નુકસાન પર 151 રન બનાવ્યા હતા. પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત નિરાશાજનક રહી હતી. ભારતીય ટીમે માત્ર છ રનનાં સ્કોર પર બે મહત્વનાં બેટ્સમેન ગુમાવ્યા હતા. વળી, 31 નાં સ્કોર પર, ભારતને સૂર્યકુમાર યાદવ (11) નાં રૂપમાં ત્રીજો ફટકો મળ્યો. આ પછી વિરાટ કોહલી અને ઋષભ પંતે ટીમ ઈન્ડિયા માટે ઈનિંગ સંભાળી હતી. ભારતીય કેપ્ટને ઋષભ પંત સાથે ચોથી વિકેટ માટે 53 રન અને રવિન્દ્ર જાડેજા સાથે પાંચમી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. આ સિવાય ઋષભ પંતે 39 રનનું યોગદાન આપ્યું હતું.

વિરાટ કોહલી T20 રેકોર્ડ

આ પણ વાંચો – t-20 world cup / T-20 વર્લ્ડ કપ મેચમાં ભારત પાકિસ્તાન સામે કયારે હાર્યુ નથી,જાણો સમગ્ર મેચનો અહેવાલ

UAE અને ઓમાનમાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડીએ ઈતિહાસ બદલી નાખ્યો છે. બંને ખેલાડીઓએ પોતાના દમ પર ભારત સામે વર્લ્ડકપ મેચમાં પોતાની ટીમને 10 વિકેટે અવિસ્મરણીય વિજય અપાવ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્કોરબોર્ડ પર 151 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ માટે કેપ્ટન બાબર આઝમે 68 જ્યારે મોહમ્મદ રિઝવાને 79 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર જેવા દિગ્ગજ બોલરો એક પણ વિકેટ મેળવી શક્યા નહોતા. જ્યારે હાર્દિક પંડ્યા ઈજાનાં કારણે મેદાનમાં ફિલ્ડિંગમાં આવી શક્યો નહતો. તેના સ્થાન પર ઇશાન કિશન ફિલ્ડિંગમાં આવ્યો હતો.