Gandhinagar/ ગાંધીનગરમાં 20 વર્ષ બાદ આજે થશે રાવણ દહન, ભવ્ય આતશબાજી પણ આયોજન

ગાંધીનગર સહાય ફાઉન્ડેશનના પ્રમુખ કેતન પટેલે આ મામલે જણાવ્યું હતું કે વર્ષ 2006 માં ગાંધીનગર ખાતે છેલ્લી વખત રાવણ દહન થયું હતું.

Gandhinagar Gujarat
રાવણ દહન

Gandhinagar News: 20 વર્ષ બાદ ગાંધીનગર ખાતે આજે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સહાય ફાઉન્ડેશનના પ્રમુખ કેતન પટેલે આ મામલે જણાવ્યું હતું કે વર્ષ 2006 માં ગાંધીનગર ખાતે છેલ્લી વખત રાવણ દહન થયું હતું. ત્યારબાદ આ કાર્યકમ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો નથી ,પરંતુ 20 વર્ષ બાદ સહાય ફાઉન્ડેશન દ્રારા ગાંધીનગરના યુવાનોને રાવણ દહન વિશે જાણી શકે અને જોઈ શકે તે હેતુસર આ કાર્યકમ આયોજિત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગાંધીનગરની 20 વર્ષીય પેઢી રાવણ દહન ની સાથે ભારતીય સંસ્કૃતિ વિશે  જાણકારી હાંસલ કરી શકે તે માટે ગાંધીનગર તમામ જનતાને આ કાર્યકમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે ગાંધીનગર સેકટર 11 ખાતે આવેલા રામકથા મેદાન ખાતે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાવણ 51 ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો છે.

આ રાવણ બનાવવા માટે બંગાળ થી ખાસ કારીગરો મગાવ્યા છે. તડ ઉપરાંત રાવણ દહન દરમિયાન કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તમામ સાધનો સજ્જ રાખવામાં આવ્યા છે. અને રાવણના પુતળામાં કોઈ એવા ફટકાકડા રાખવામાં આવ્યા નથી જેથી મોટું નુકસાન કરી શકે.


whatsapp ad White Font big size 2 4 ગાંધીનગરમાં 20 વર્ષ બાદ આજે થશે રાવણ દહન, ભવ્ય આતશબાજી પણ આયોજન


આ પણ વાંચો:પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી, એકનું મોત, કોંગ્રેસે કર્યા પ્રહાર- VIDEO

આ પણ વાંચો:સુરતીઓએ કાર અને બાઈકનો મનપસંદના નંબર મેળવવા RTOની તિજોરી છલકાવી

આ પણ વાંચો:ગરબામાં લોહીની છોળો ઉડી……બે સગાભાઈઓની સરાજાહેર રહેંસી નંખાયો

આ પણ વાંચો:દશેરાને લઈને આરોગ્ય વિભાગ જાગ્યો, અલગ અલગ દુકાનો પરથી લેવાયા ફાફડા જલેબીના સેમ્પલ