Bhuj-Ah'd intercity train/ કચ્છીઓને રાહતઃ આજથી ભુજ-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનનો પ્રારંભ

ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજનું આગમન હવે સુગમ થયું છે. કેન્દ્ર સરકારે હવે બંને શહેરો વચ્ચે દૈનિક ધોરણે ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. કચ્છથી અમદાવાદને જોડતી સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે.

Top Stories Gujarat
Bhuj Ahd Intercity કચ્છીઓને રાહતઃ આજથી ભુજ-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનનો પ્રારંભ

ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજનું આગમન હવે સુગમ થયું છે. કેન્દ્ર સરકારે હવે બંને શહેરો વચ્ચે દૈનિક ધોરણે ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. કચ્છથી અમદાવાદને જોડતી સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ભુજથી સાબરમતી સમર સ્પેશ્યલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશી ફેલાઈ છે. આ ટ્રેન શરૂ કરવામાં આવતા કચ્છવાસીઓ એક જ દિવસમાં અમદાવાદ જઈ પરત આવી શકશે. ઉલ્લેખનીય છે કે કચ્છના મુદ્રા બંદરની સાથે ભુજ, ગાંધીધામ સહિતના શહેરોનો ઔદ્યોગિક વિકાસ થયો છે ત્યારે ગુજરાતના ઔદ્યોગિક વિકાસના મુખ્ય કેન્દ્ર અમદાવાદને ભુજને જોડતી ઇન્ટર સિટી ટ્રેનની માંગ લાંબા સમયથી હતી.

પીએમ મોદી-રેલવે મંત્રીનો આભાર મનાયો

આ ટ્રેન શરૂ થવાના પગલે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે, ‘કચ્છને અમદાવાદ સાથે જોડતી એક નવી ટ્રેનની ભેટ મળી છે. હું ઘણી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માનું છું.’ તેમણે જણાવ્યું કે, ‘ લોકોની માંગને ધ્યાનમાં રાખીને આજથી ભુજ-સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે. હું આપના માધ્યમથી કચ્છની જનતાને અપીલ કરી છું કે તેઓ વધુમાં વધું આ ટ્રેનનો ઉપયોગ કરે અને ટ્રેનનો લાભ લે. આવનાર સમયમાં આ ટ્રેન કાયમી કાર્યરત રહે તેવા પ્રયાસ કરીશું’ તેમણે કહ્યું હતું કે આ બતાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હૃદય કચ્છ માટે કેટલું ધડકે છે. તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારે પણ દર મહિને કચ્છની મુલાકાત અચૂક લેતા હતા.

લાંબા સમયની પડતર માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ અને અમદાવાદ વચ્ચે દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. દર અડધી કલાકે અમદાવાદથી કચ્છ જવા અને કચ્છથી અમદાવાદ આવવા એસટીની બસો મળી રહે છે. જેથી કચ્છવાસીઓ છેલ્લા ઘણા સમયથી ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવાની માંગ કરી રહ્યા હતા. લાંબા સમયથી કચ્છની જનતા વતી સાંસદ દ્વારા કેન્દ્ર સરકાર પાસે રજૂઆતો કરવામાં આવતી હતી. ત્યારે હવે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે. ભુજ-સાબરમતી ટ્રેન (ટ્રેન નંબર-09456) દરરોજે સવારે 6-50 વાગ્યાથી નીકળીને બપોરે 1-30 વાગે સાબરમતી પહોંચશે. તેના પછી સાબરમતી (ટ્રેન નંબર 09455) સાંજે 5-40 વાગે રવાના થઈ રાત્રે 11.50 વાગે ભુજ આવશે. આમ કચ્છીઓ એક જ દિવસમાં અમદાવાદ આવીને પરત જઈ શકશે.

 

આ પણ વાંચોઃ પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો/ પાણી જેવો જ બનાવ્યો પાણીની ટાંકીનો સ્લેબઃ દાહોદમાં પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા છને ઇજા

આ પણ વાંચોઃ Hindu Temple Canada/ કેનેડાના હિંદુ મંદિરમાં તોડફોડ મામલે ભારતનો કડક વલણ, જાણો શું કહ્યું…

આ પણ વાંચોઃ અયોધ્યા/ ઉત્તરપ્રદેશની સરકારે રામલલાના અભિષેક માટે કરી ભવ્ય તૈયારી, જલાભિષેક માટે 155 દેશોની નદીઓના પાણી લાવવામાં આવશે