માયાજાળ/ અમેરિકા ઝડપી લે તે પહેલા સાગરે ભારતીય પોલીસ સમક્ષ સરન્ડર કરી લીધું

ગેરકાયદે કોલ સેન્ટરો મારફતે સાગર ઠાકર ઉર્ફે સેગીએ 15,000 થી વધુ અમેરિકન નાગરિકોને ડાર્ગેટ બનાવ્યા હતા. જેઓ સરકારને ટેક્સ ભરતા હતા.

Mantavya Exclusive
YouTube Thumbnail 28 અમેરિકા ઝડપી લે તે પહેલા સાગરે ભારતીય પોલીસ સમક્ષ સરન્ડર કરી લીધું

@નિકુંજ પટેલ

કોલ સેન્ટરનો કિંગ પીન સાગર ઠાકર 2013થી આ રેકેટ ચલાવતો હતો. જેમાં અડધો ડઝન કોલ સેન્ટર મુંબઈ નજીકના થાણેમાં હતા. તે સિવાય અમદાવાદમાં પણ તેના અનેક કોલ સેન્ટર ધમધમતા હતા. અમદાવાદ અને થાણેના કોલ સેન્ટરો એકબીજા સાથે સંકળાયેલા હતા અને તમામ કોલ સેન્ટરોમાં સાગર વ્યવસ્તિત સ્ટાફ રાખ્યો હતો. જેથી તમામ કામ લયબધ્ધ રીતે ચાલે.

આ ગેરકાયદે કોલ સેન્ટરો મારફતે સાગર ઠાકર ઉર્ફે સેગીએ 15,000 થી વધુ અમેરિકન નાગરિકોને ડાર્ગેટ બનાવ્યા હતા. જેઓ સરકારને ટેક્સ ભરતા હતા. આઈઆરએસ કે ઈમીગ્રેશન ઓફિસરોના સ્વાંગમાં સાગરના કોલ સેન્ટરના બંદાઓ ટેક્સ ભરવા સંદર્ભે (જે ટેક્સનું કોઈ અસ્ત્તિત્વ જ નથી તેવા ટેક્સ) ફોન કરીને ચાર થી પાંચ હજાર ડોલર પડાવતા હતા.તે સમયે અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી જેહ જોન્સને કહેવું પડ્યું હતું કે તેમના દેશના નાગરિકોને નિશાન બનાવીને કોલ સેન્ટર દ્વારા 300 મિલીયન ડોલરની છેતરપિંડી કરવામાં આવી હતી.

બીજીતરફ 4 ઓક્ટોબર 2016ની મોડ઼ી રાત્રે થાણે પોલીસ મીરા રોડના કોલ સેન્ટરો પર ત્રાટકી. જેને કારણે પોતાના પગ નીચે રેલો આવવાની બીકે અમદાવાદના પાંચ કોલ સેન્ટરો તાત્કાલિક બંધ થઈ ગયા. કારણકે  આ કોલ સેન્ટરો મીરા રોડના રેકેટ સાથે સંકળાયેલા હતા. જેમાં પોલીસે આ કોલ સેન્ટરો સાથે સંકળાયેલા 70 ડિરેક્ટરો, ચાવીરૂપ ભુમિકા ભજવનારા શખ્સોની ધરપકડ કરી. તે સિવાય 700 જેટલા કર્મચારીઓની અટક કરી. આ ધરપકડ કરાયેલા ડિરેક્ટરોને પોલીસે લાલ આંખ બતાવતા તેમણે આ મસમોટા રેકેટનો માસ્ટર માઈન્ડ સાગર ઠાકર હોવાનું જમાવ્યું.

થાણે ક્રાઈમ બ્રાંચ યુનિટ 1ના પીઆ નિતીન ઠાકરે પણ તપાસાર્થે અમદાવાદ આવ્યા હતા. એસ.જી.રોડ પર કોઈક ઠેકાણે આ કોલ સેન્ટરો સાથે સંકળાયેલા લોકોને પુછપરછ માટે બોલાવીને વિસ્તૃત માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું. જેને કારણે અનેક કર્મચારીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા. સાગર ઠાકરને સકંજામાં લેવા માટે અને આ ગેરકાયદે કોલ સેન્ટરોની તપાસ માટે મુંબઈના ચાર આઈપીએસ અધિકારીની એક ટીમ પણ બનાવવામાં આવી.  જેના પરથી આ રેકેટ કેટલું મોટુ અને ફેલાયેલું હશે તેનો અંદાજ આવે છે.

પોતાના અમદાવાદ અને થાણેના કોલ સેન્ટરો પર તવાઈ આવતા સાગર પણ અંદરથી હચમચી હયો હતો. 2016 થી ફરાર સાગર દુબઈમાં છુપાયો હતો. અમેરિકાની એજન્સી એફબીઆઈ પણ અમેરિકન નાગરિકો સાથેની છેતરપિંડીને કારણે સક્રિય થઈ ગઈ હતી. પોલીસે તેની વિરૃધ્ધ રેડ કોર્નર નોટીસ પણ ઈશ્યુ કરી દીધી હતી. કારણકે થાણે પોલીસને છેતરાયેલા 40 અમેરિકન નાગરિકોની ફરિયાદ મળી હતી.

તે સિવાય યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સાઉથ ડિસ્ટ્ર્કટ ઓફ ટેક્સાસ, હોસ્ટન વગેરેએ સાગર ઠાકર વિરૂધ્ધ વોરન્ટ ઈશ્યુ કર્યું હતું. જેમાં વાયર્ડ ફ્રોડ કોન્સપીરસી, મની લોન્ડ્રીંગ કોન્સપીરસી તથા પાસપોર્ટ મેળવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવવા જેવા ગુનાઓનો સમાવેશ થતો હતો.

તે દુબઈમાં હતો ત્યારે દુબઈ સત્તાવાળાઓએ અમેરિકન સરકારે ઈશ્યુ કરેલી નોટીસને આધારે સાગર ઠાકરની અટક કરી હતી. પરંતુ પુરાવાને આધારે તેને છોડી મુક્યો હતો. સાગરને અમેરિકન સત્તાવાઓનો ડર હતો. બીજીતરફ તેની વિરૃધ્ધ રેડ કોર્નર નોટીસ ઈશ્યુ થયેલી હતી. સાગરને વિશ્વાસ હતો કે ભારતીય સત્તાવાળા તેને યુએસમાં પ્રત્યાર્પણથી બચાવશે. પોલીસને પણ પાકો વિશ્વાસ હતો કે સાગરે સરન્ડર કરતા પહેલા લીગલ એડવાઈઝ લીધી હશે.

અંતે સાગર ઠાકર એપ્રિલ 2017માં દુબઈથી રવાના થયો હતો અને મુંબઈ એરપોર્ટ પર આવતા જ થાણે પોલીસે તેની ધરપકડ કરી હતી,જો કે તે પહેલા સાગરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પાસેથી લીધેલી મોઘીદાટ કારનું શું કર્યું તે જુઓ આગળના એપિસોડમાં…


whatsapp ad White Font big size 2 4 અમેરિકા ઝડપી લે તે પહેલા સાગરે ભારતીય પોલીસ સમક્ષ સરન્ડર કરી લીધું


આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ