કાર્યક્રમ/ લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વન અને પર્યાવરણ મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો સેવાસેતુ કાર્યક્રમ

સેવાસેતુ કાર્યક્રમ થકી રાજ્ય સરકારે ૫૬ જેટલી જનહિતલક્ષી સરકારી સેવાઓ આજે લોકોના ઘર આંગણે ઉપલબ્ધ બનાવી છેઃ વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા

Gujarat
3 5 લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વન અને પર્યાવરણ મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો સેવાસેતુ કાર્યક્રમ

રાજ્યના નાગરિકો, લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા સાતમા તબક્કાનો રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં નળકાંઠાના રાણાગઢ ગામ ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

4 3 લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વન અને પર્યાવરણ મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો સેવાસેતુ કાર્યક્રમ

આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં સમગ્ર દેશની સાથે રાજ્યના અર્થતંત્ર પર માઠી અસર પડી હોવા છતાં પણ સરકાર દ્વારા અનેકવિધ પ્રજા હિતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનો લાભ આજે ગુજરાતના છેવાડાના લોકોને મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે વિવિધ જનહિતલક્ષી સેવાઓ આજે લોકોની આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવી છે. આ ઉપરાંત સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના અને ગંગા સ્વરૂપા સહાય યોજના જેવી અનેકવિધ યોજનાઓના લાભ એક જ સ્થળેથી ઉપલબ્ધ બને અને લોકોને તાલુકા કે જિલ્લા મથકોએ ધક્કા ન ખાવા પડે, તે હેતુસર સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સેવાસેતુના માધ્યમથી લોકોને સરકારની આશરે ૫૬ જેટલી સેવાઓના લાભ આજે ઘર આંગણે જ મળતા થયા છે. ‘જ્યાં માનવી ત્યાં સેવા’ ઉક્તિને સેવાસેતુના માધ્યમથી રાજ્ય સરકારે ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે તેમ વધુમાં જણાવ્યું હતું.

1 14 લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વન અને પર્યાવરણ મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો સેવાસેતુ કાર્યક્રમ

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી તેમજ અગ્રણી જગદીશભાઈ મકવાણા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. જ્યારે લીંબડી મામલતદાર દ્વારા શાબ્દિક સ્વાગત તેમજ લીંબડી તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. વધુમાં લીંબડી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી દ્વારા આગામી તારીખ ૧૨ મી નવેમ્બર-૨૦૨૧ ના રોજ લીંબડી તાલુકાના મુળબાવળા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે તેમ જણાવતા કહ્યું હતું કે, આ ક્લસ્ટરમાં મુળબાવળા, રોજાસર, પરાલી, પરનાળા, જાંબુ, ભથાણ, રામરાજપર અને ધલવાણા ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે, જેમાં વધુમાં વધુ લોકોને આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા જણાવ્યું હતું.

5 5 લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વન અને પર્યાવરણ મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો સેવાસેતુ કાર્યક્રમ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં લીંબડી તાલુકાના રાણાગઢ, નાની કઠેચી, મોટી કઠેચી, ભગવાનપર, ફૂલવાડી, જાળીયાળા અને ગડથળ સહિત કુલ ૭ ગામના અરજદારોએ વિવિધ ૫૬ અલગ અલગ સરકારી કામગીરીનો સ્થળ પર જ લાભ લીધો હતો. જે પૈકી સાતે ગામોને મળી આશરે ૪૦૦૦ જેટલી વિવિધ સેવાઓનો અરજદારોને બહોળી સંખ્યામાં લાભ આપી સ્થળ ઉપર કામગીરી કરવામાં આવી છે. સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી, લીંબડી તાલુકા પ્રમુખશ્રી, સ્થાનિક આગેવાનો, સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારી ઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.