સાસણ ગીર/ 16 ઓક્ટોબરથી ફરી શરૂ થશે સિંહ દર્શન,પર્યટકો માટે અનેક સુવિધાઓમાં કરાયો વધારો

પ્રવાસીઓ માટે આગામી ૧૬ ઓક્ટોબરથી પરી પ્રવાસીઓ સિંહોના દર્શન કરી શકશે જ્યારે ગત વર્ષે સાસણ, આંબરડી, અને દેવળિયામાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક ૮ લાખ કરતા વધુ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા,

Gujarat Others
YouTube Thumbnail 32 4 16 ઓક્ટોબરથી ફરી શરૂ થશે સિંહ દર્શન,પર્યટકો માટે અનેક સુવિધાઓમાં કરાયો વધારો

ચોમાસાના ચાર મહિનાના સાસણ ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ હતું, પરંતુ આગામી તા.૧૬ ઓકટોબરથી સિંહોનું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે, શિયાળુ સત્રનો આરંભ થઈ રહ્યો છે, તેવામાં આ વર્ષથી વન વિભાગ દ્વારા અહી આવતા પર્યટકો માટે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને જીપ્સી ની જગ્યાએ નવા મોડીફાઇડ વાહનો મૂકવામાં આવશે.

દેશ વિદેશમાં પ્રખ્યાત એવા પ્રવાસનું સ્થળ અને સિંહનું ઘર ગણાતા સાસણગીરમાં ચોમાસુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે અને પ્રવાસીઓ માટે આગામી ૧૬ ઓક્ટોબરથી પરી પ્રવાસીઓ સિંહોના દર્શન કરી શકશે જ્યારે ગત વર્ષે સાસણ, આંબરડી, અને દેવળિયામાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક ૮ લાખ કરતા વધુ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા, ત્યારે આગામી તા. ૧૬ ઓકટોબરથી જયારે સાસણ ગીર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલી રહ્યું છે, જેમાં અહી આવનારા પ્રવાસીઓની સુવિધામાં ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે.

૧૬ ઓકટોબરથી સફારી પાર્કમાં નવી મોડીફાઈડ થયેલી ૫૦ થી વધુ સફારી ગાડીઓ મુકવામાં આવશે, જેમાં અલગ અલગ કેટેગરી હશે જેમાં ૪, ૬ અને ૮ સીટર મોડીફાઈ વાહનો મુકવામાં આવશે જે જિપ્સીઓમાં માલિકો દ્વારા સહકારથી આ કામગીરી શરુ કરવામાં આવી છે.

સાસણમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે ત્યારે અત્યાર સુધી સાસણમાં ગુજરાતી ગાઈડની ફેસેલીટી જ હતી જેમાં પણ વધારો કરીને અપગ્રેડ કરવામાં આવ્યું છે અને હવે ગુજરાતી ગાઈડની સાથે હિન્દી અને અંગ્રેજી ગાઈડની પણ વ્યવસ્થા કરવા માટે મંજુરી પ્રક્રિયા ચાલી રહી છે પ્રક્રિયા બાદ અન્ય રાજ્યો તેમજ વિદેશથી આવતા પર્યટકો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરી શકાશે.

આમ અનેક સુવિધાઓનો વધારો સાસણગીરમાં કરવામાં આવશે અને નવા મોડીફાઇડ વાહનો મૂકવામાં આવશે પરંતુ તેની સાથે ફી વધારાની પ્રોપોઝલ પણ વન વિભાગ દ્વારા મુકવામાં આવી છે જ્યારે આગામી સમયમાં ભાવોમાં પણ વધારો થાય તેવી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 16 ઓક્ટોબરથી ફરી શરૂ થશે સિંહ દર્શન,પર્યટકો માટે અનેક સુવિધાઓમાં કરાયો વધારો


આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો