Not Set/ નીતા અંબાણીએ કહી હાર્દિક પંડ્યાની સંઘર્ષ કથા જે તમે ક્યારેય નહિ સાંભળી હોય

નવી દિલ્હી ભારતીય  ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ તેના આગવા દેખાવને લીધે બધાના ફેવરીટ બની ગયા છે. ભારતીય ટીમના ઘણા ઓછા એવા ખેલાડી છે એક જે ત્રણેય ફોરમેટમાં રમતા હોય. હાર્દિક પંડ્યાએ બહુ ઓછા સમયમાં નામ અને પૈસો બંને કમાયા  છે. હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા પણ ક્રિકેટર છે, તેઓ ભલે ભારતીય ટીમમાં સ્થાન […]

Sports
nita mabani 1 નીતા અંબાણીએ કહી હાર્દિક પંડ્યાની સંઘર્ષ કથા જે તમે ક્યારેય નહિ સાંભળી હોય

નવી દિલ્હી

ભારતીય  ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ તેના આગવા દેખાવને લીધે બધાના ફેવરીટ બની ગયા છે. ભારતીય ટીમના ઘણા ઓછા એવા ખેલાડી છે એક જે ત્રણેય ફોરમેટમાં રમતા હોય. હાર્દિક પંડ્યાએ બહુ ઓછા સમયમાં નામ અને પૈસો બંને કમાયા  છે. હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા પણ ક્રિકેટર છે, તેઓ ભલે ભારતીય ટીમમાં સ્થાન ન લઇ શક્યા હોય પણ આઈપીએલની મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો અભિન્ન ભાગ છે.આજે આ બંને ભાઈ સાથે જે નામ અને પૈસો છે એ પાછળની સંઘર્ષ કથા બહુ ઓછા લોકોને ખબર હશે.

Image result for hardik pandya with krunal pandya

Image result for hardik pandya with krunal pandya

આ બંને ભાઈઓએ કેરિયરના શરૂઆતના દિવસોમાં ખુબ મહેનત કરી હતી. એક સમય તો એવો આવી ગયો હતો કે ઘરમાં એક રૂપિયો પણ ન હોવાથી ૩૦૦ રૂપિયા માટે ગુજરાતના ગામડે-ગામડે ફરીને ક્રિકેટ રમતા હતા. થોડા દિવસ અગાઉ એક કાર્યક્રમમાં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ આ બંને ભાઈઓની સંઘર્ષ કથા સંભળાવી હતી.

Image result for nita ambani with hardik pandya

નીતા અંબાણીએ આ કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે હું તમને એક વાત કહેવા માગું છુ. બે ભાઈઓની સંઘર્ષ કથા જે ખુબ શાનદાર છે. બે નાના બાળકો ગુજરાતમાં રહેતા હતા. તેમનો પરિવાર ખુબ નાનકડો છે. ઘણો સમય એવો આવ્યો  કે તેમના ઘરમાં એક રૂપિયો પણ નહતો. પરંતુ તેના લીધે ક્યારેય તેમના પગ થંભ્યા નહતા. જુદા-જુદા ગામમાં જઈને ક્રિકેટ રમતા.ઘણી વખત તો તેમના સાથે ટીકીટ લેવા માટે પણ પૈસા નહતા.

આથી તેઓ લોકલ ટ્રેનમાં સફર કરતા તો વળી ક્યારેક ટીકીટ વગર પણ મુસાફરી કરતા. માત્ર ૩૦૦ રૂપિયા ખાતર તેઓ આટલી બધી મહેનત કરતા પરંતુ તે સમયે તેમને નહતી ખબર કે તેમનું નસીબ બદલવાનું છે. વર્ષ ૨૦૧૩માં બરોડાની ટી-૨૦ ટુર્નામેન્ટ માટે નાનો ભાઈ રીલાયન્સ વન ટીમ માટે પસંદ કરવામાં આવ્યો. તેના શાનદાર પરફોર્મન્સના લીધે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ માટે પણ પસંદ કરાયો. અને આ ક્રિકેટરએ બીજો કોઈ નહિ પણ એ છે હાર્દિક પંડ્યા.

નીતા અંબાણીની આ સ્પીચ બાદ હાર્દિક પંડ્યાએ તેમનો આભાર વ્યક્ત કર્યા કહ્યું હતું કે નીતા ભાભી તમારો ખુબ ખુબ આભાર. હું અને મારો ભાઈ કૃણાલ ઘણા ભાગ્યશાળી છીએ કે અમને તમારો સપોર્ટ મળ્યો.અને તમારા આ સપોર્ટના લીધે જ અમે આટલા ઓછા સમયમાં કામયાબી હાસિલ કરી ચુક્યા. અમે અંબાણી પરિવારનો ખુબ આભાર માનીએ છીએ.

Image result for krunal pandya marriage

Related image

Image result for krunal pandya marriage

Image result for nita ambani with hardik pandya

Image result for krunal pandya marriage

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે જ ડીસેમ્બર મહિનામાં હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યા તેની ગલફ્રેન્ડ પંખુડી શર્મા સાથે લગ્નગ્રંથી થી બંધાયા છે. જેમના લગ્નમાં નીતા અંબાણીએ પરિવાર સાથે હાજરી આપી હતી.