બળદેવ ભરવાડ@ મંતવ્ય ન્યૂઝ,હળવદ
પ્રેમ સંબંધના કારણે લોકો ન કરવાનું કરી બેસતા હોય છે. પ્રેમમાં અંધ બની અને આત્મહત્યાનો અમદાવાદનો કિસ્સો બન્યાને 24 કલાક પણ નથી થયા એવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે.હળવદ નજીક આવેલા સુખપર ગામે સમાજ એક નહિ થવા દે ના ડરથી પ્રેમી યુગલે ધસમસતી આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુખપર ગ્રામ પંચાયત હેઠળ આવતા દેવપુર ગામે રહેતા સહદેવ ભાઈ જસમતભાઈ અઘરા અને કાજલ બેન છગનભાઈ કોળી આજે દસ વાગ્યાની આસપાસ ગામની પાસે આવેલ ઘોધની ફાટક પાસે સમાજ એક નહીં થવા દેવા ના ડરે બંનેએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.બનાવની જાણ થતાં સુખપર ગામ પંચાયતના સરપંચ ભરતભાઈ ઠાકોર સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા હાલ બંને મૃતકોની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલે લઇ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે અમદાવાદમાં પ્રેમીએ સગીર પ્રેમિકા સાથે શારીરિક સબંધ બાંધ્યા બાદ પોતાના જ હાથે ઝેરી દવા પીવડાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. હાલ આ આરોપી રખિયાલ પોલીસની કસ્ટડીમાં રહેલો છે. જે મૂળ દસ્ક્રોઇના હુકા ગામનો વતની છે. પોલીસે તેની ધરપકડ અપહરણ, દુષ્કર્મ, હત્યા, પુરાવાનો નાશ કરવો જેવા અલગ-અલગ ગંભીર ગુનામાં કરી છે. જોકે આરોપી વિરુદ્ધ વધુ પુરાવા મળ્યા બાદ પોલીસ અન્ય કલમોનો પણ ઉમેરો કરશે. આરોપીએ કાવતરું રચી પોતાની સગીર પ્રેમિકાનું અપહરણ કરી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.