સુરત ક્રાઈમ/ હસતો રમતો પરિવાર વિખેરાયો, સુરતમાં પતિએ પત્નની હત્યા કરી ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

પતિએ પોતાની પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

Gujarat Surat Trending
Untitled 28 હસતો રમતો પરિવાર વિખેરાયો, સુરતમાં પતિએ પત્નની હત્યા કરી ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Surat News: પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ નાજુક હોય છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને આદર હોવો ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણી વખત પતિ-પત્ની વચ્ચેના ઝઘડા એટલી હદે વધી જાય છે કે, એક બીજાનો જીવ લેતા પણ ખચકાતા નથી. આવી જ એક ઘટના હાલ ડાયમંડ સીટી સુરતથી સામે આવી છે, ડિંડોલી વિસ્તારમાં ઘરકંકાસને લઈ પરિવાર વિખેરાઈ ગયો છે. પતિએ પત્નીની કરપીણ હત્યા કરી પોતે આપઘાત કરી લીધો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ડીંડોલી વિસ્તાર ખાતે આવેલા કૈલાશનગરમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. બાદમાં પતિએ પોતે પણ આપઘાત કરી લીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘર કંકાસને લઈ આ ઘટના બની છે. કેલાશનગરના મકાન નંબર 22મા રહેતા 45 વર્ષીય રાજુભાઈ રામચંદ્ર આધારકર સોની તેમની પત્ની 42 વર્ષીય શૈલાબેન રાજુભાઈ આધારગર સાથે ભાડેથી રહેતા હતા. તેમની બંને દીકરીઓ અમદાવાદ અને દાહોદમાં નોકરી કરે છે.

રાજુભાઈ સોનીના ત્યાં નોકરી કરતા હતા. તેમની પત્ની શૈલા પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા હતી. છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેવાના કારણે પતિ-પત્ની વચ્ચે નાઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું અને રાજેન્દ્રએ પત્ની શૈલાબેનના ગળા ઉપર ચાકુથી હુમલો કરી હત્યા કરી નાખી હતી. પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ રાજેન્દ્રએ પણ ઘરના પંખાના હુક સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી.  હાલ પોલીસે હત્યા અને આત્મહત્યા માટે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:પલસાણામાં ઘર આંગણે સૂતેલી બાળકીને ઉઠાવી યુવાને આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત

આ પણ વાંચો:વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી

આ પણ વાંચો:ગિરનાર રોપવે આજથી 15 તારીખ સુધી રહેશે બંધ, 16 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ લઈ શકશે લાભ