Not Set/ સુરત: વિદેશી યુવતીએ દારૂ પીને મચાવી ધમાલ, પોલીસવાનમાં ડ્રાઈવર પર કર્યો હુમલો

સુરતમાં બુડિયા ચાર રસ્તા પાસે દારૂ પીધેલી વિદેશી યુવતી પર ધમાલ મચાવતા લોકોના ટોળા એકત્ર થયા હતા. સ્થાનીકે પોલીસને કોલ કરતાં સચિન પોલીસ દોડી આવી હતી. યુવતીએ પોલીસની સામે તોફાન મચાવતા મહામુસીબતે તેને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જઇ ગુનો નોંધવાની તપાસ હાથ ધરી હતી. બુડિયાગામના ચાર રસ્તા પાસે હાઈવે પર મંગળવારે બપોરે એક વિદેશી […]

Gujarat
d સુરત: વિદેશી યુવતીએ દારૂ પીને મચાવી ધમાલ, પોલીસવાનમાં ડ્રાઈવર પર કર્યો હુમલો

સુરતમાં બુડિયા ચાર રસ્તા પાસે દારૂ પીધેલી વિદેશી યુવતી પર ધમાલ મચાવતા લોકોના ટોળા એકત્ર થયા હતા. સ્થાનીકે પોલીસને કોલ કરતાં સચિન પોલીસ દોડી આવી હતી.

યુવતીએ પોલીસની સામે તોફાન મચાવતા મહામુસીબતે તેને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જઇ ગુનો નોંધવાની તપાસ હાથ ધરી હતી.
બુડિયાગામના ચાર રસ્તા પાસે હાઈવે પર મંગળવારે બપોરે એક વિદેશી યુવતીને કારમાંથી ઉતારીને ચાલક ભાગી ગયો હતો. યુવતી દારૂના નશામાં એટલી ચકચૂર હતી કે તેને ઉભા રહેવાનું ભાન ન હતું. ઉપરથી તેની પાસે કોઈ મદદ માટે જાય તો તેને પણ તેના હુમલો કરવા દોડતી હતી. રસ્તાની વચ્ચે યુવતી ઉભી રહી જતી હતી.

જેના કારણે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને અડચરણ ઉભી થતી હતી. આ ઘટનાને કારણે એક સ્થાનીકે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. જેથી સચીન જીઆઈડીસી પોલીસની પીસીઆર વાન ત્યાં આવી ગઈ હતી.

નશામાં ભાન ભુલેલી વિદેશી યુવતીએ પોલીસની જીપમાં પણ ન બેસતા આખરે પોલીસે તેને ઉંચકીને જીપમાં બેસાડવાની નોબત આવી ગઈ હતી. જેમાં યુવતીએ પોલીસની જીપમાં આગળ બેઠેલા ડ્રાઈવર હુમલો કર્યા હતો. હાલ તો યુવતીને સચીન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.