Tanya Singh Suicide Case/ Tanya Singh ડિપ્રેશનમાં હોવાની વાત પરિવારે નકારી, હવે સામે આવ્યું કેનેડા કનેક્શન

મોડેલ તાન્યા (Tanya Singh) આપઘાત કેસમાં પોલીસ દ્વારા સીડીઆર ટ્રાન્ઝેક્શનમાં તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે 20થી વધુ લોકોના નિવેદન લીધા છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 58 1 Tanya Singh ડિપ્રેશનમાં હોવાની વાત પરિવારે નકારી, હવે સામે આવ્યું કેનેડા કનેક્શન

Surat News: મોડેલ તાન્યા (Tanya Singh) આપઘાત કેસમાં પોલીસ દ્વારા સીડીઆર ટ્રાન્ઝેક્શનમાં તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે 20થી વધુ લોકોના નિવેદન લીધા છે. તપાસ દરમિયાન જે ક્રિકેટર સાથે તાન્યાના ફોટો સામે આવ્યા છે તેને લઈ પોલીસે નિવેદન આપતા જણાવ્યું છે કે જરૂર પડશે તો ક્રિકેટરને પોલીસ વધુ તપાસ માટે બોલાવશે. પરંતુ હવે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આત્મહત્યાના દિવસે તાન્યાની હૈદરાબાદ સનરાઇઝર્સના ક્રિકેટર અભિષેક શર્મા સાથે કોઈ વાત થઈ ન હતી. બંને છેલ્લા એક વર્ષથી ફોન પર વાત કરતા ન હતા. જ્યારે છેલ્લા 6 મહિનાથી અભિષેકે તાન્યાને વોટ્સએપ પર પણ જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.

મોડેલ તાન્યા (Tanya Singh) આપઘાત કેસમાં પોલીસ દ્વારા સીડીઆર ટ્રાન્ઝેક્શનમાં તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે 20થી વધુ લોકોના નિવેદન લીધા છે. તપાસ દરમિયાન જે ક્રિકેટર સાથે તાન્યાના ફોટો સામે આવ્યા છે તેને લઈ પોલીસે નિવેદન આપતા જણાવ્યું છે કે જરૂર પડશે તો ક્રિકેટરને પોલીસ વધુ તપાસ માટે બોલાવશે. જોકે પોલીસ તપાસમાં હજી સુધી તાન્યા ડિપ્રેશનમાં હોય તેવી વાત સામે આવી નથી.

તાન્યાનો અભિષેક માટે એકતરફી પ્રેમ

પોલીસ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે તાન્યાનો અભિષેક પ્રત્યેનો પ્રેમ એકતરફી હતો. બંને વચ્ચે અગાઉ ઘણી નિકટતા અને મિત્રતા હતી. પરંતુ એક વર્ષ પહેલા એવું થયું કે બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું કે અભિષેકે તાન્યાનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું. તેણે મેસેજનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તે જ સમયે, જો તાન્યાના પરિવારના સભ્યોનું માનીએ તો, તાન્યા ડિપ્રેશનમાં ન હતી.

28 વર્ષની તાન્યા આ કારણે ડિપ્રેશનમાં હતી. તેણે તેના એક મિત્રને પણ આ વાત જણાવી હતી. તેણીને કહ્યું કે અભિષેક તેની સાથે વાત કરતો નથી, તેથી તે ચિંતિત રહે છે. આપઘાતના દિવસે તાન્યાએ તેના ભાઈને ફેસ ટાઈમ (વીડિયો) પર ફોન કર્યો હતો. જ્યારે આત્મહત્યાના એક દિવસ પહેલા તાન્યાએ કેનેડામાં તેની એક મહિલા મિત્રને ફેસ ટાઈમ પર વીડિયો કોલ કર્યો હતો. તેને કહ્યું કે તે અભિષેક સાથે વાત કરવા સક્ષમ નથી. તે તેના મેસેજનો જવાબ પણ નથી આપી રહ્યો. જેના કારણે તે ડિપ્રેશનમાં છે.

આ કેસની તપાસ ટીમ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કોલ ડિટેઈલથી જાણવા મળ્યું છે કે અભિષેકે તાન્યા સાથે વાત કરી ન હતી. છેલ્લા 6 મહિનામાં ન તો તેણે તાન્યાના મેસેજનો જવાબ આપ્યો છે કે ન તો તેને અભિષેકનો કોઈ કોલ આવ્યો છે. જોકે, તાન્યાએ અભિષેકને વિનંતી કરી હતી કે ‘કૃપા કરીને મને વોટ્સએપ પર બ્લોક ન કરો’. આથી જ અભિષેકે તેને ત્યાં બ્લોક ન કર્યો. હવે પોલીસને કેટલાક સવાલો છે કે જેની તપાસ ચાલી રહી છે. જેમ કે, અભિષેકે તાન્યા સાથે વાત કરવાનું કેમ બંધ કર્યું? શા માટે તાન્યાએ તેને વોટ્સએપ પર બ્લોક ન કરવાની વિનંતી કરી?

અગાઉ તાન્યા આપઘાત પ્રકરણની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહી હતી. આ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે. વેસુના હેપ્પી એલીગન્સમાં રહેતી મોડલ તાન્યા આત્મહત્યા પ્રકરણમાં વેસુ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ દ્વારા તાન્યાના મોબાઈલ ચેટની વિગતો તેમજ કોલ ડીટેઈલ રેકોર્ડ મેળવવામાં આવ્યા છે. જેમાં તાન્યા શર્માની ઈન્ડીયન પ્રીમીયર લીગ (આઈપીએલ) મેચના ક્રિકેટર અભિષેક શર્મા સાથે ફોટા મળી આવ્યા છે. પોલીસ દ્વારા તાન્યા શર્માએ છેલ્લે કોની સાથે વાત કરી હતી તેની વિગતો મેળવીને જે પણ લોકો તેના સંપર્કમાં હતા તેમને બોલાવીને તેમની પણ પુછપરછ કરવામાં આવી છે.

આપઘાતના દિવસે શું થયું?

સુરતના અત્યંત પોશ વિસ્તાર વેસુમાં રહેતી તાન્યા સિંહ રવિવારે ઘરે પરત ફરી હતી. મોડી રાત્રે તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મોડલના પિતા ભંવર સિંહ સવારે તેમની પુત્રીને જગાડવા ગયા હતા. તેમની પુત્રીની લાશ લટકતી જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેણે તરત જ પોલીસને જાણ કરી. જે બાદ આ મામલે સતત તપાસ ચાલી રહી છે. તાન્યાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી ફેન ફોલોઈંગ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં કોઈ તારણો સામે આવ્યા નથી, પરંતુ ક્રિકેટર અભિષેક શર્મા સાથે મિત્રતાના સંકેત મળી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે તાન્યાના ફોનમાંથી મળેલા ફોટા, કોલ ડિટેઈલ રિપોર્ટ (સીડીઆર), આઈપી ડિટેલ રેકોર્ડ (આઈપીડીઆર) ડેટાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો