Not Set/ ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડરે તેના નાની સાથે કર્યો પુષ્પા ફિલ્મનો સિગ્નેચર સ્ટેપ, Video

હાર્દિક પંડ્યાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો (Hardik Pandya Video) શેર કર્યો છે. જેમાં તે નાની સાથે ‘શ્રીવલ્લી’ ગીત પર અલ્લુ અર્જુનનાં સ્ટેપ્સ કોપી કરતો જોવા મળે છે.

Sports
11 2022 01 29T113258.354 ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડરે તેના નાની સાથે કર્યો પુષ્પા ફિલ્મનો સિગ્નેચર સ્ટેપ, Video

ભારતીય ક્રિકેટ ટીમનો લોકપ્રિય ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ તેના સ્વેગ માટે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. હાર્દિક ક્યારેક તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે રોમેન્ટિક તસવીરો શેર કરીને ચાહકોને કપલ ગોલ આપતો જોવા મળે છે, તો ક્યારેક પુત્ર અગસ્ત્ય સાથે ક્યૂટ પળો શેર કરીને લોકોને ફેમિલી ગોલ આપતા જોવા મળે છે. હવે આ કડીમાં, હાર્દિકે તેની નાની સાથે ‘પુષ્પા’ નાં ગીત ‘શ્રીવલ્લી’ પર અલ્લુ અર્જુનનાં સ્ટેપને ફોલો કર્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / રાજ્યમાં 8 મનપા સહિત કુલ 27 શહેરોમાં 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવાયુ

આપને જણાવી દઇએ કે, હાર્દિક પંડ્યાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો (Hardik Pandya Video) શેર કર્યો છે. જેમાં તે નાની સાથે ‘શ્રીવલ્લી’ ગીત પર અલ્લુ અર્જુનનાં સ્ટેપ્સ કોપી કરતો જોવા મળે છે. મજાની વાત એ છે કે, નાનીએ સ્ટેપ્સ પણ ખૂબ જ સારી રીતે કર્યા છે અને તે પોતાની ક્યુટનેસથી બધાને દિવાના બનાવતી જોવા મળે છે. વીડિયોમાં હાર્દિક પંડ્યા અને નાની બંને બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. આ બંને પહેલા ‘પુષ્પા’ સ્ટાઈલમાં ગોગલ્સ પહેરીને અને પછી શ્રીવલ્લીનાં લોકપ્રિય સ્ટેપ્સને અનુસરતા જોવા મળે છે. વીડિયો શેર કરતા ક્રિકેટરે કેપ્શનમાં લખ્યું, ‘આપણી પોતાની પુષ્પા નાની.’ આ ક્લિપને અત્યાર સુધીમાં ઈન્સ્ટાગ્રામની દુનિયામાં લગભગ 37 લાખ લાઈક્સ મળી છે. આ સાથે ચાહકો અને સ્પોર્ટ્સ સ્ટાર્સ પણ વીડિયો પર કોમેન્ટ કરીને પ્રેમ આપી રહ્યા છે.

https://www.instagram.com/reel/CZL7EjEl2cL/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – નવી દિલ્હી / આજે ‘બીટીંગ ધ રીટ્રીટ’ સેરેમનીમાં પ્રથમવાર 1000 ડ્રોનનો સ્પેશિયલ શો થશે, પ્રોજેક્શન મેપિંગ પણ દર્શાવવામાં આવશે

વીડિયો પર ટિપ્પણી કરતા ક્રિકેટરની પત્ની નતાશા સ્ટેનકોવિકે લખ્યું, ‘ક્યુટેસ્ટ.’ આ સાથે હાર્ટ સાથેનું ઈમોજી પણ બનાવવામાં આવ્યું છે. આસ્થા ગિલે લખ્યું, ‘આ ખૂબ જ સુંદર છે.’ વળી, ‘પુષ્પા’ એટલે કે અલ્લુ અર્જુને કોમેન્ટ કરી અને લખ્યું, ‘ખૂબ જ સ્વીટ. આ માટે મારા પ્રેમ અને આદરથી મારું હૃદય ખુશ થઈ ગયું. એ જ રીતે અન્ય ચાહકો પણ હાર્દિક અને તેના નાની પર લવ અને હૃદયવાળું ઇમોજી મૂકીને પ્રેમ વરસાવતા જોવા મળ્યા છે.