Bihar/ તેજસ્વી યાદવને ઈડી દ્વારા પૂછવામાં આવ્યા આકરા સવાલો

જમીન અને નોકરી મામલામાં મંગળવારે ઈડી(Enforcement Directorate) બિહારના (Bihar) પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejaswi yadav)ની પુછપરછ કરી રહી છે. 12 અધિકારીઓની ટીમ તેને સવાલ જવાબ કરી રહી છે. તેજસ્વી સવારે 11.30 વાગ્યે પટનાના બેન્ક રોડ સ્થિત ઈડીની ઓફિસે પહોંચ્યા હતા. સૂત્રો મુજબ પૂછપરછ માટે અધિકારીઓએ 60 સવાલોનું લિસ્ટ તૈયાર કર્યું હતું.

Top Stories India
YouTube Thumbnail 2024 01 30T182051.634 તેજસ્વી યાદવને ઈડી દ્વારા પૂછવામાં આવ્યા આકરા સવાલો

@Nikunj Patel

Bihar News: જમીન અને નોકરી મામલામાં મંગળવારે ઈડી(Enforcement Directorate) બિહારના (Bihar) પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejaswi yadav)ની પુછપરછ કરી રહી છે. 12 અધિકારીઓની ટીમ તેને સવાલ જવાબ કરી રહી છે. તેજસ્વી સવારે 11.30 વાગ્યે પટનાના બેન્ક રોડ સ્થિત ઈડીની ઓફિસે પહોંચ્યા હતા. સૂત્રો મુજબ પૂછપરછ માટે અધિકારીઓએ 60 સવાલોનું લિસ્ટ તૈયાર કર્યું હતું.

તેજસ્વીને આ પ્રકારના સવાલો (Questions) પૂછવામાં આવ્યા હતા. જે કંપનીમાં તમે માલિક છો તે કંપની ક્યારે બની અને કેવી રીતે બની ? જ્યારે તમે સગીર હતા તો કંપની બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો ? કંપની ચાર કરોડની હતી તો કંપની બન્યાનાં થોડા વર્ષમાં કરોડોનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થયું ? કમાણીનું સાધન શું હતું ? સગીરમાંથી યુવાન બનતા જ 21-22 વર્ષની ઉંમરમાં તમારી કંપનીનો નફો કેટલાય કરોડ કેવી રીતે વધ્યો ? 160 કરોડનું આલીશાન ઘર તમે તમારી કંપનીના નામે થોડા લાખ રૂપિયામાં કેવી રીતે લીધું ? તમે કરોડો રૂપિયા ક્યાંથી કમાયા ?

ઈડી ઓફિસની બહાર તેજસ્વીના સમર્થકો નારેબાજી કરી રહ્યા હતા. પાર્ટીના ધારાસભ્ય અને સાંસદ નજીકના જ મંદિરમાં બેઠા હતા. ભાઈ તેજપ્રતાપ અને બહેન મીસા ભારતી (Misa Bharti)પણ ઈડી ઓફિસ પહોંચ્યા હતા. તે પહેલા સોમવારે ઈડીએ રાજદ સુપ્રિમો લાલુ યાદવની 10 કલાક પૂછપરછ કરી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો

આ પણ વાંચો:જામનગરમાં નોટિસ છતાં દુકાનો ખાલી ન કરાતા સીલ કરાઈ