સુરત/ પિતાના મિત્રએ 16 વર્ષના સગીરને નોકરી માટે બોલાવી બે વખત કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

16 વર્ષના દીકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા તાત્કાલિક જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Gujarat Surat
Untitled 154 1 પિતાના મિત્રએ 16 વર્ષના સગીરને નોકરી માટે બોલાવી બે વખત કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

@અમિત રૂપાપરા 

સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. તેમાં ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, એક ઈસમ દ્વારા ફરિયાદીના સાડા 16 વર્ષના દીકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા તાત્કાલિક જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા IPCની કલમ 377 અને પોકસો એક્ટરની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, ફરિયાદીએ પોતાના સાડા 16 વર્ષના દીકરાને આઠ મહિના પહેલા ફરિયાદીના મિત્ર રાહુલ સોલંકી દ્વારા મંદિરના કામકાજ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાહુલ સોલંકી દ્વારા સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક અવાવરું જગ્યા પર લઈ જઈ આ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. જે તે સમયે આ બાળક ડરી ગયું હોવાના કારણે તેને કોઈને પણ આ વાત કરી ન હતી. આ ઘટના બાદ ફરી ત્રણ સાડા ત્રણ મહિના પહેલા ફરીથી નરાધમ રાહુલે સુરતના પંડોળ વિસ્તારમાં એક બંધ સાઇટ પર ફરિયાદી અને તેના દીકરાને બોલાવવામાં આવ્યા હતા અને ફરિયાદીના દીકરાને સારી એવી નોકરી અપાવશે તેવી લાલચ આપવામાં આવી હતી.

ત્યારબાદ રાહુલ આ સગીરને પોતાની સાથે નોકરી અપાવવાનું કહીને લઈ ગયો હતો. ફરીથી એક અવાવરું જગ્યા પર લઈ જઈ આ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. રાહુલ સોલંકીએ બે વખત આ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું કારણે બાળક આઘાતમાં ફરી પડ્યું હતું. બાળક ગુમસુમ રહેતો હતો અને આઠેક દિવસ પહેલા આ બાળકે પોતાના પિતાને એવું કહ્યું કે, મને સુરતમાં ગમતું નથી અને મારે વતન જવું છે. જેથી ફરિયાદી દ્વારા પોતાના દીકરાને બનાસકાંઠામાં રહેતા ફઈના ઘરે રહેવા માટે મોકલવામાં આવ્યો હતો. ફઈના ઘરે પણ આ બાળક ગુમસૂમ રહેતો હતો જેથી સાંત્વના આપીને ફઇ દ્વારા આ બાળકને પૂછવામાં આવ્યું હતું કે, તેના ગુમસૂમ રહેવા પાછળનું કારણ શું છે. ત્યારબાદ બાળકે પોતાની સાથે થયેલી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના બાબતે પરિવારના સભ્યોને માહિતી આપી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે બાળકના પિતા દ્વારા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો