મકરસંક્રાંતિ/ પતંગ રશિયાઓની મજા પક્ષીઓ માટે બની સજા, રાજકોટમાં કેટલા પક્ષીઓ ઘાયલ? ક્યા પક્ષીને વધુ પહોંચી ઈજા?

મકરસંક્રાંતિના આ પર્વ પર પતંગ રશિયાઓની મજા પક્ષીઓ માટે બની સજા. રાજકોટ શહેરમાં 358 થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે જેમાં ઘાયલ થનારા વધુ પક્ષીઓમાં કબૂતર ની સંખ્યા વધારે છે.

Rajkot Gujarat
પક્ષીઓ

રાજકોટમાં ઉત્તરાયણના તહેવારમાં પતંગની દોરીથી 358થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે.ઘાયલ થયેલા પક્ષીઓમાં સૌથી વધુ કબૂતર છે. પક્ષીઓની સારવાર માટે 14 ડોક્ટરોની ટીમ જુનાગઢથી બોલાવવામાં આવી છે.આ ઉપરાંત સ્થાનિક ડોક્ટરોની પણ મદદ લેવાઈ રહી છે.પંચનાથ વેટરનિટીમાં પક્ષીઓ માટે ખાસ વેન્ટિલેટર ઓક્સિજન સર્જરી ના સાધનો કાર્યરત છે. કરુણા ફાઉન્ડેશનની ટીમે ઘાયલ પક્ષીઓને સારવાર કેન્દ્ર પર લઈને આવી રહી છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા ફાઉન્ડેશન દ્વારા એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

Untitled 23 2 પતંગ રશિયાઓની મજા પક્ષીઓ માટે બની સજા, રાજકોટમાં કેટલા પક્ષીઓ ઘાયલ? ક્યા પક્ષીને વધુ પહોંચી ઈજા?

મકરસંક્રાંતિના આ પર્વ પર પતંગ રશિયાઓની મજા પક્ષીઓ માટે બની સજા. રાજકોટ શહેરમાં 358 થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે જેમાં ઘાયલ થનારા વધુ પક્ષીઓમાં કબૂતર ની સંખ્યા વધારે છે.352 કબુતરો ઘાયલ થયા છે તો સાત વાઇલ્ડ લાઇફ પક્ષીઓ ઘાયલ થયા છે. જેમાં બે પેનિકલ પક્ષીઓ ઘાયલ થયા છે 1 બાજ, એક કોયલ સહિતના પક્ષીઓ ઘાયલ થયા આ પક્ષીઓ ની સારવાર શહેરના ત્રિકોણ બાગ ખાતે ઉભા કરવામાં આવેલા ટેમ્પરરી સારવાર કેન્દ્રમાં સારવાર કરવામાં આવી રહી છે.

Untitled 23 પતંગ રશિયાઓની મજા પક્ષીઓ માટે બની સજા, રાજકોટમાં કેટલા પક્ષીઓ ઘાયલ? ક્યા પક્ષીને વધુ પહોંચી ઈજા?

પક્ષીઓની સારવાર માટે 14 ડોક્ટરોની ટીમ જુનાગઢ થી બોલાવવામાં આવી છે એ ઉપરાંત સ્થાનિક ડોક્ટરોની પણ મદદ લેવાઈ રહી છે. પંચનાથ વેટરનિટીમાં પક્ષી માટે ખાસ વેન્ટિલેટર ઓક્સિજન સર્જરી ના સાધનો કાર્યરત છે. આ મકરસંક્રાંતિના પર્વ પર પક્ષીઓની પાંખ કપાવી તેમજ શરીરના ભાગે દોરાના કારણે પહોંચવા આ ઉપરાંત પક્ષીઓના હાડકાને ફેક્ચર પહોંચવા સહિતની ઇજાઓ પક્ષીઓને પહોંચતી હોય છે. ઘાયલ પક્ષીઓની સારવાર પૂર્ણ થયા બાદ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. આ સારવાર કરેલા પક્ષીઓની ઇજાઓનું નિરીક્ષણ કરવામાં આવે છે તેમજ આ ઘાયલ પક્ષીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને ફરી વિહરતા કરવામાં આવતા હોય છે.

Untitled 24 પતંગ રશિયાઓની મજા પક્ષીઓ માટે બની સજા, રાજકોટમાં કેટલા પક્ષીઓ ઘાયલ? ક્યા પક્ષીને વધુ પહોંચી ઈજા?

મકરસંક્રાંતિના પર્વ પર ઘાયલ થનારા પક્ષીઓની સારવાર માટે ડોક્ટરોની ટીમ ફોરેસ્ટ વિભાગની ટીમ તેમજ જે સ્થળેથી પક્ષી ઘાયલ થયા હોય ત્યાંથી સારવાર કેન્દ્ર પર લાવનારી ટીમ તેમજ કરુણા ફાઉન્ડેશન વિભાગની ટીમ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યા છે. કરુણા ફાઉન્ડેશન દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર ઉપર ના અલગ અલગ વિસ્તારોમા થી કોલ આવતા હોય છે જ્યાં આ ટીમ પહોંચી ને ઘાયલ પક્ષીઓને લઈને સારવાર કેન્દ્ર પર પહોંચતી હોય છે.

પતંગની દોરી થી 358 થી વધુ પક્ષી ઘાયલ થયા..

  • 352 થી વધુ કબૂતર ઘાયલ થયા છે
  • 2 પેનીકન પક્ષી ઘાયલ થયા
  • 1 સમડી પણ દોરી થી ઘાયલ
  • 1 બાજ પક્ષી ઘાયલ થયું
  • 1 કોયલ ઘાયલ થઈ
  • અનેક ચકલીઓ પણ ઘાયલ થઈ
  • સૌથી વધુ કબૂતર અને ચકલીઓ ઘાયલ થઈ

આ પણ વાંચો:ગુજરાતમાં ઉત્તરાયણ પર્વે અનેક દુર્ઘટના, દોરીથી 95થી વધુ લોકો ઇજાગ્રસ્ત,દોરીથી 3 લોકોના મોત

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત,પાંચ જિલ્લામાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન

આ પણ વાંચો:સરકારી અનાજના ગેરકાયદેસર વ્યાપારનો પર્દાફાશ, લાખોની કિંમતનો અનાજનો જથ્થો મળી આવ્યો