કમર તોડતા રસ્તાઓ/ બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ, વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે અરસ

ભિલોડા તાલુકાનું જાલીયા ગામ, જે માત્ર  70 ઘરોની વસ્તી વાળું ગામ છે. શિક્ષણ લેવા માટે અહી થી બાળકો 5 કિલોમીટરના અંતરે આવેલા મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામે જાય છે. 

Gujarat Others Trending
Untitled 99 2 બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ, વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે અરસ

બિસ્માર રોડ રસ્તાઓને કારણે અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવતો હોય  છે, ત્યારે હવે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા જાલીયા થી મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામે જતો રસ્તો બિસ્માર બન્યો છે,  બિસ્માર રસ્તાને કારણે વિધ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે, મુશ્કેલીમાં મુકાયેલા વિધ્યાર્થીઓનીશું છે માંગ?

Untitled 99 બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ, વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે અરસ

ભિલોડા તાલુકાનું જાલીયા ગામ, જે માત્ર  70 ઘરોની વસ્તી વાળું ગામ છે. શિક્ષણ લેવા માટે અહી થી બાળકો 5 કિલોમીટરના અંતરે આવેલા મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામે જાય છે.  આઠ વર્ષ પૂર્વે આ બંને ગામોને જોડતો એક રસ્તો બનાવવામાં આવ્યો હતો, હાલ આ રસ્તો અત્યંત બિસમાર બની ચુક્યો છે જેના કારણે શાળાએ  જતાં બાળકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

Untitled 100 બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ, વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે અરસ

આ ગામમાં  દિવસ દરમિયાન ચાર જેટલી એસટી બસો આવતી હતી, પરંતુ બિસ્માર રોડ રસ્તાને કારણે હવે માત્ર એકજ બસ આવી રહી છે, અને એ પણ સમયસર ન આવતા બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, શાળાએ જવા માટે બાળકોએ અન્ય ખાનગી વાહનોમાં જવું પડે છે અને ક્યારેક તો 3 કિલોમીટર ચાલીને જવા  માટે પણ વિધ્યાર્થીઓ મજબૂર બને છે.

 ખરાબ રોડ રસ્તાની અસર હવે વિધ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે. સ્થાનિકો દ્વારા તંત્રમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતું તંત્ર જાણે કે આંખ આડે કાન કરી રહ્યું છે, વિધ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિકો હવે સારા રોડ રસ્તાની માંગ કરી રહ્યા છે, જેને કારણે તેમના બાળકો સમયસર શાળાએ પહોંચી અને અભ્યાસ મેળવી શકે.

આ પણ વાંચો:જીટીયુના કુલપતિને લખાયો પત્ર, વિદ્યાર્થીઓ તથા સંસ્થાના વિવિધ પ્રશ્નો અંગે રજુઆત

આ પણ વાંચો:ઉજડા ગામે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ”માટી મેટલના રસ્તાઓનાં કામો માંટે લાખો રૂપિયા ઉઠાવ્યા”

આ પણ વાંચો:વરસાદમાં સોળે કળાએ ખીલ્યો શંકર ધોધ, આસપાસ સ્વર્ગ જેવો માહોલ જોવા મળ્યો

આ પણ વાંચો:પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ, આખલાએ બાળકને લીધું અડફેટે:જુઓ CCTV