સુરત/ હીરા બજારમાં હીરા દલાલના ચોરાયા નાણાં, ચોરી કરવા બનાવી આ ગજબની યુક્તિ, લાખો રૂપિયા લઇ થયા ફરાર

સુરતના મહિધરપુરા હીરા બજારમાંથી રોકડા રૂપિયા સાથે હીરા દલાલ પસાર થઇ રહ્યા હતા આ દરમ્યાન તેમને અચાનક ખંજવાળ આવતા તેમને મોપેડ ઉભી રાખી અને ચેક કરવા નીચે ઉતર્યા ત્યારે અચાનક જ

Top Stories Gujarat Surat
હીરા બજારમાં હીરા દલાલના ચોરાયા નાણાં, ચોરી કરવા બનાવી આ ગજબની યુક્તિ, લાખો રૂપિયા લઇ થયા ફરાર

સુરતના મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા મીરા હોમ્સમાં રહેતા મૂળ અમરેલીના લાઠીના વતની તુષાર દિપકભાઈ નારોલા મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનું કામકાજ કરે છે.

ગત તા. 29 જાન્યુઆરીના રોજ કતારગામ ખાતે હીરાનું કારખાનું ધરાવતા વિમલ લાભભાઈુ કેવડીયા નામની હીરા વેપારી પાસેથી રૂપિયા 9,98,052ની કિંમતના 216.26 કેરેટ હિરાનો માલ વેચાણ માટે લઈ ગયા હતા. બીજા દિવસે 30મીના રોજ મહિધરપુરા હિરાબજારમાં ડાયમંડ પ્લાઝામાં ઓફિસ ધરાવતા રાકેશ કોટડીયાને હીરાનો માલ વેચ્યો હતો.

વેપારીએ માલના પૈસા 6 ફેબ્રુઆરીના રોજ આપવાનો વાયદો આપ્યો હોવાથી તુષારભાઈ ગત તા 6 ફેબ્રુઆરીના રોજ પેમેન્ટ લેવા માટે ગયા હતા અને વેપારી પાસેથી પેમેન્ટ લઈ પૈસા પ્લાસ્ટીકની થેલીમા રાખી તેને મોપેડીની ડીકીમાં મૂક્યા હતા. બાદમાં તુષારભાઈ મોપેડ લઈને રૂપિયા વિમલભાઈને તેમના કતારગામ ખાતેના કારખાને આપવા માટે નીકળ્યા હતા.

દરમ્યાન રસ્તામાં એકાએક તેમને ખંજવાળ અને બળતરા થવા લાગતા તેઓએ મોપેડ રોડની સાઈડમાં ઉભી રાખી હતી. જોકે આ દરમ્યાન એક અજાણ્યો ઇસમ તેમની પાસે આવી તેમનું શું થાય છે પુછ્યું હતુ. તુષારભાઈને તેમની સાથે વાત કરી નજીકમાં રહેલી આલુપુરીની દુકાનેથી પાણી લાવી આપ્યું હતું.

તેઓ મોઢુ સાફ કરતા હતા તે દરમ્યાન અજાણ્યો નજર ચુકવી મોપેડની ડીકીમાંથી રોકડા 9,98,052 ચોરી કરી નાસી ગયો હતો. પોતાના પાસે રહેલા રૂપિયાની ચોરી થઈ હોવાની તુષારભાઈ ને જાણ થતા તેમણે મહિધરપુરા પોલીસ નો સંપર્ક કર્યો હતો.ત્યારે પોલીસે તુષારભાઈની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat High Court/ક્યારેક દિવસ તો ક્યારેક મૂહર્તને લઈને પત્નીએ ના બાંધ્યો શારીરિક સંબંધ, ગુજરાત હાઈકોર્ટે કહી આ વાત….

આ પણ વાંચો:Amreli/અમરેલીમાં બે શખ્સોએ નદીમાં લાકડા કાપવાનું કહી સગીરા પર આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજા/મારા પરના આરોપો અર્થહીનઃ અમારી છબી ખરડવાનો પ્રયાસ