Video/ સામે આવ્યો એ વીડિયો જયારે પરફોર્મન્સ દરમિયાન કે.કે.ની તબિયત થઇ ખરાબ, કહ્યું- હોસ્પિટલ લઈ જાઓ

કે.કે. આ ઇવેન્ટમાં માત્ર એક કલાકનું પર્ફોર્મન્સ આપી શક્યા અને તેમની તબિયત બગડવા લાગી. તેમને ઈવેન્ટ દરમિયાન વોટર સ્પોટલાઈટમાં પણ તકલીફ પડી રહી હતી

Trending Entertainment
કે.કે.

કોલકાતામાં એક કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેકના કારણે પ્રખ્યાત ગાયક કે.કે.નું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. જ્યારે 53 વર્ષીય કે.કે. ઈવેન્ટમાં પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા હતા, ત્યારે ગાતી વખતે તેમની તબિયત બગડી હતી, તેમ છતાં તેમણે થોડો સમય ગાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ તેમ કરી શક્યા ન હતા. અચાનક તેમણે પોતાનું માઈક છોડી દીધું અને તેની ટીમ સાથે શો છોડી દીધો. મૃત્યુ પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ પરસેવાથી લથબથ અને તેમના ચહેરા પર બેચેની પણ દેખાઈ રહી છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે તે કેવી રીતે બેચેની અનુભવી રહ્યા છે અને કોન્સર્ટ છોડી રહ્યા છે. જણાવી દઈએ કે કે.કે. કોલકાતાના નઝરુલ મંચમાં વિવેકાનંદ કોલેજ દ્વારા આયોજિત કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમની તબિયત બગડી ગઈ હતી.

અહેવાલો અનુસાર, કે.કે. આ ઇવેન્ટમાં માત્ર એક કલાકનું પર્ફોર્મન્સ આપી શક્યા અને તેમની તબિયત બગડવા લાગી. તેમને ઈવેન્ટ દરમિયાન વોટર સ્પોટલાઈટમાં પણ તકલીફ પડી રહી હતી અને તેમણે તેને બંધ કરવા કહ્યું હતું. પરંતુ તેમની તબિયત સતત બગડતી રહી અને તેઓ તેમની હોટેલમાં ગયા. જોકે, હોટલ પહોંચ્યા બાદ પણ તેમની તબિયત સારી ન હતી. તેઓ ત્યાં અચાનક પડી ગયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મૃત્યુના સમાચાર સામે આવતા જ ખળભળાટ મચી ગયો હતો. કોઈ માનવા તૈયાર ન હતું કે તે હવે આપણી વચ્ચે નથી રહ્યા.

બોલિવૂડ સેલેબ્સેવ્યક્ત કર્યું દુઃખ

કે.કે. અચાનક દુનિયા છોડી દેતાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો લાગ્યો છે.. શ્રેયા ઘોષાલ, સલીમ મર્ચન્ટ, અજય દેવગન, અક્ષય કુમાર, વરુણ ધવનથી લઈને કરણ જોહર, અભિષેક બચ્ચન અને અન્ય સેલેબ્સે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. આપને જણાવી દઈએ કે કે.કે.એ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમના ગીતના ચાહકો દિવાના છે.

આ પણ વાંચો: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,745 નવા કેસ, સક્રિય દર્દીઓની સંખ્યા 18 હજારને પાર

આ પણ વાંચો:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કર્યું

આ પણ વાંચો:ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ઇવેન્ટ રદ કરી,જાણો કેમ

logo mobile