Gujarat/ ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે

ગોંડલ શહેરથી લગભગ 10  કિલો મીટર દૂર આવેલ પાટીદડ ગામના ગ્રાજમનો મોટાભાગે ખેતી સાથે સંકળાયેલ છે અને બાકીના સીમેન્‍ટ ફેકટરીમાં કામ કરે છે.

Gujarat Rajkot
YouTube Thumbnail 2023 11 03T200716.761 ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે

Rajkot News: રાજકોટ જીલ્લાના ગોંડલ નજીકનું 2600 ની વસ્‍તી ધરાવતું પાટીદડ ગામ કચ્‍છના મોટા આંગીયા ગામના માર્ગે ચાલવા નીકળ્‍યું છે. આ નિર્ણયનો આનંદ શાળાની વિદ્યાર્થીની શ્રીયા ખાચરના ચહેરા પર જોઇ શકાય છે. નવમાં ધોરણની વિદ્યાર્થીની શ્રીયા પોતાના ઘરની બહાર નેઇમ પ્‍લેટમાં પોતાનું નામ જોઇને કહે છે, ‘મારા પપ્‍પાએ મને વચન આપ્‍યું છે કે આ નેઇમ પ્‍લેટ અમારા ઘરની બહાર કાયમ માટે રહેશે.’

ગોંડલ શહેરથી લગભગ 10  કિલો મીટર દૂર આવેલ પાટીદડ ગામના ગ્રાજમનો મોટાભાગે ખેતી સાથે સંકળાયેલ છે અને બાકીના સીમેન્‍ટ ફેકટરીમાં કામ કરે છે. પણ દિકરીઓને શકિતશાળી બનાવવાનો તેમનો નિર્ણય અદ્‌્‌ભૂત છે. લગભગ 280 આવા ઘરોએ દિકરીઓના નામની નેઇમ પ્‍લેટ પોતાના ઘરની બહાર લગાડવાનો આ નિર્ણય સ્‍વીકાર્યો છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડીયા જણાવે છે.

સરપંચ મુકેશ વિરડીયાએ કહયું ‘મેં ગ્રામજનોની મીટીંગ કરી હતી અને તેમના ઘરની બહાર દિકરીઓના નામવાળી નેઇમ પ્‍લેટ લગાવવા તેમને સમજાવ્‍યા હતાં. વધુમાં ગામની શેરીઓના નામ શૈક્ષણીક અને રમત ગમત ક્ષેત્રે અગ્રેસર એવી દિકરીઓના નામ પર રાખવાનું પણ ગામે નકકી કર્યુ છે.

ગામની અન્‍ય સારી બાબતો વિષે વાત કરતા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનિ દવેએ કહયું કે અહીં સ્‍કૂલ ડ્રોપ આઉટ નહીંવત છે, સેકસ રેશીયો પ્રમાણમાં સારો છે, બાળલગ્નો લગભગ કોઇ કેસ નથી તેમ ગામમાં બાલિકાઓમાં કુપોષણની એકપણ ઘટના નથી. અવની દવેએ કહયું, ‘ગામની કિશોરીઓને સાથમાં લઇને એક’ ‘બાલિકા પંચાયત’ બનાવવાનું અમે આયોજન કરી રહ્યા છીએ. છોકરીઓને છોકરાઓ જેટલું જ માન મળે તેવો આ બધા કાર્યોનો ઉદેશ છે.


whatsapp ad White Font big size 2 4 ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે


આ પણ વાંચો:અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો

આ પણ વાંચો:સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન સ્થગિત,જનતાના હીતમાં દુકાનદારોનો નિર્ણય

આ પણ વાંચો:વિકલાંગ વ્યક્તિએ કલાકો સુધી પેઇન્ટિંગ કરીને બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો:સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ