પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દેવલિયા ચોકડી ખાતે નાઈટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન એક ફોરવીલ ગાડી દેવલ્યા તરફથી પૂર ઝડપે આવતા તિલકવાડા ચાર રસ્તા નજીક નાકા બંધી જોઈ પોતાની ગાડી કામસોલી ટેકરા ગામ નજીક મૂકી ફરાર થયો હતો. ઘટનાને પગલે તિલકવાડા પોલીસે ફોર વિલ ગાડી સાથે ઈંગ્લીશ દારૂ નો 5 લાખ 53 હજારથી વધુનો મુદ્દા માલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટા તથા પોલીસ સ્ટાફના માણસો દેવલીયા ચોકડી ખાતે નાકા બંધી કરી વોચમાં હતા. દરમિયાન એક GJ 23 AF 8995 નંબરની ફોરવિલ ગાડી ભાદરવા ગામ તરફથી દેવલીયા ચોકડી તરફ પુર ઝડપે આવી હતી.
ત્યારબાદ પોલીસ સ્ટાફના માણસોએ ગાડી ઊભી રાખવા માટે ઈશારો કર્યો હતો પરંતુ ગાડી ચાલકે પોતાની ગાડી તિલકવાડા તરફ હંકારી આવતા પોલીસ સ્ટાફના માણસોએ ફિલ્મી ઢબે ગાડી નો પીછો કર્યો અને આ દરમિયાન તિલકવાડા ચાર રસ્તા ખાતે ફરજ પર હાજર પોલીસ સ્ટાફના માણસોએ બેરીકેટ મૂકી રસ્તો બંધ કરી દીધો હતો. ફોરવીલ ગાડી ચાલક પોતાની ગાડી પરત દેવલ્યા તરફ હંકારી લાવી કામસોલી ટેકરા ગામેં ગાડી વારી ગામના છેવાડે પોતાની ગાડી મૂકી અંધારા નો લાભ લઇ આરોપી ફરાર થયો હતો.
આરોપીનો પીછો કરી રહેલા પોલીસ સ્ટાફના માણસોએ ઘટના સ્થળ પરથી ભારતીય બનાવટ ના ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ મળી કિંમત રૂપિયા 2,53,470 તથા ફોરવિલ ગાડી કિંમત રૂપિયા 2 લાખ મળી રૂપિયા 4,53,470 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર ગુનો દાખલ કરી સદર ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા માટે ચારે દિશા માં ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: