કરુણ ઘટના/ રાજકોટ જંકશન રેલવે પ્લેટફોર્મ પર ચોરને પકડવા ગયેલા હેડ કોન્સ્ટેબલનું ટ્રેનની ઠોકરે કરૂણ મોત

રાજકોટ રેલવે પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ જીંજરિયા સાથે થયું હતું. જેમાં તપાસના મામલે બાતમીના આધારે મોડી રાત્રીના આવેલા પોલીસ કર્મીનું ટ્રેનની ઠોકરે મોત નીપજતાં પરિવારમાં અને પોલીસબેડામાં કલ્પાંત છવાયો છે.

Rajkot Gujarat
Untitled 72 રાજકોટ જંકશન રેલવે પ્લેટફોર્મ પર ચોરને પકડવા ગયેલા હેડ કોન્સ્ટેબલનું ટ્રેનની ઠોકરે કરૂણ મોત

રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ. ટ્રેનમાં મોબાઇલ ચોરને પકડવા ગયા હતાં.દરમિયાન અકસ્માતે ટ્રેન હેઠળ કચડાઇ જતા તેમનું મોત થયું હતું.બનાવને લઇ પોલીસ બેડમાં શોક છવાય ગયો હતો.

મળતી માહિતી અનુસાર, આજીડેમથી આગળ માંડા ડુંગર નજીક તિરૂમાલાપાર્કમાં રહેતાં મનસુખભાઇ જીંજરીયા રેલ્‍વે પોલીસમાં હેડકોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતાં હતાં. તેને મોબાઇલ ફોન ચોરીની તપાસ સોંપાઇ હોઇ તેમની ડયુટી રવિવારે સવારની હતી. પણ તેમને બાતમી મળી હતી કે શનિ-રવિની રાતે અમદાવાદ-સોમનાથ ટ્રેન આવી રહી છે તેમાં શકમંદ મોબાઇલ ચોર પણ છે. આથી તે રાતે નોકરી ન હોવા છતાં આવ્‍યા હતાં.સાથેના એએઅસાઇ પરેશભાઇ ડોડીયાએ નોકરી સવારે છે છતાં કેમ રાતે આવ્‍યા? એવું પુછતાં તેમણે મોબાઇલ ચોરની બાતમી હોવાનું અને જરૂર પડયે તેમને પણ મદદમાં બોલાવશે તેમ કહ્યું હતું. પણ તેની દસ જ મિનીટ બાદ એક વ્‍યક્‍તિ ટ્રેનમાં કપાઇ જતાં દેહના ટુકડા થઇ ગયાની જાણ થતાં રેલવે પોલીસનો સ્‍ટાફ દોડી ગયો હતો. તપાસ થતાં મૃત્‍યુ પામનાર હેડકોન્‍સ. મનસુખભાઇ જીંજરીયા હોવાનું જાણી બધા હતપ્રભ થઇ ગયા હતાં.

આરોપી ટ્રેનમાં હોવાની મળેલી માહિતીની ખરાઇ કરવા મનસુખભાઇ ટ્રેનમાં ચડ્યા હતા અને ટ્રેન ચાલુ થઇ જતાં તેમાંથી ઉતરતી વખતે પગ લપસતા તેઓ ટ્રેન નીચે આવી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. ફરજનિષ્ઠ કર્મચારીનું ટ્રેનની ઠોકરે મૃત્યુ થતાં રેલવે પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી ટ્રેનમાં હોવાની મળેલી માહિતીની ખરાઇ કરવા મનસુખભાઇ ટ્રેનમાં ચડ્યા હતા અને ટ્રેન ચાલુ થઇ જતાં તેમાંથી ઉતરતી વખતે પગ લપસતા તેઓ ટ્રેન નીચે આવી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. મનસુખભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. ફરજ પર ગયેલા મનસુખભાઇનું ટ્રેનની ઠોકરે મૃત્યુ થયાના સમાચાર મળતાં જીંજરિયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેમના પરિવારજનોએ કરેલા આક્રંદથી ત્યાં હાજર તમામની આંખ ભીની થઇગઇ હતી.

આ પણ વાંચો:વડોદરામાં કચરો ઉઠાવતી ગાડીએ બાળકીને કચડી નાખતા મોત,લોકોમાં ભારે રોષ

આ પણ વાંચો:સાબરકાંઠા LCBને મળી સફળતા, ચીખલીગર ગેંગના 4 આરોપીને ઝડપ્યા

આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મોટી સફળતા, આયુર્વેદિક પીણાની ફેકટરી ઝડપી પાડી

આ પણ વાંચો:રસ્તામાં મળેલી મહિલા ભગવાનની વાતો કરે તો ચેતી જજો…આવા કામ કરે છે આ મહિલાઓ..