અકસ્માત/ ચોટીલા પાસે ટ્રકે કારને અડફેટે લીધી : એસઆરપી પી.આઇ. સહિત ત્રણને ઇજા

ચોટીલા નજીક એસઆરપી પીઆઈની કારને ટ્રકે હડફેટે લેતા કારમાં સવાર પીઆઈ હેતલબેન સહિત માતા-પિતા ઇજાગ્રસ્ત થતા સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

Gujarat
2 2 ચોટીલા પાસે ટ્રકે કારને અડફેટે લીધી : એસઆરપી પી.આઇ. સહિત ત્રણને ઇજા

– એસઆરપી પીઆઇ હેતલબેનની ગાંધીનગરથી ગોંડલ બદલી થતાં માતા-પિતા સાથે આવતા હતા ત્યારે બનાવ બન્યો

– ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા : ચોટીલા પોલિસે ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી

ચોટીલા નજીક એસઆરપી પીઆઈની કારને ટ્રકે હડફેટે લેતા કારમાં સવાર પીઆઈ હેતલબેન સહિત માતા-પિતા ઇજાગ્રસ્ત થતા સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચોટીલા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ અકસ્માતની વધુ વિગત મુજબ વાંકાનેરના જાલસીરા ગામના વતની અને હાલ ગાંધીનગર એસઆરપી પીઆઈ તરીકે ફરજ બજાવતા હેતલબેન દેહાભાઈ લોખીલ (ઉ.વર્ષ 33)ની બદલી ગોંડલ થતાં તેઓ પરિવાર સાથે ગાંધીનગરથી ગોંડલ આવતા હતા. જેમની સાથે તેના પિતા દેહાભાઈ રાયધનભાઈ લોખીલ (ઉ.વર્ષ 65) અને માતા રતનબેન દેહાભાઈ લોખીલ (ઉ.વર્ષ 65) કારમાં સારવાર હતા.

ત્યારે તેઓ ચોટીલાના મોલડી પાસે પહોંચ્યા તે સમયે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે હડફેટે લેતા કાર ફંગોળાઈને રોડની સાઈડમાં પડી હતી. જેમાં એસઆરપી પીઆઈ હેતલબેન અને તેના માતા પિતાને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એસઆરપી પીઆઈ હેતલબેન પરિવાર સાથે ગાંધીનગરમાં રહેતા હતા. તેના પિતા ખેતી કામ કરે છે. જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતાં અકસ્માતનો ગુનો નોંધીને ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી હતી.