Gujarat Election/ ગુજરાતની 182 વિધાનસભાની ચૂટણીમાં રાશી પ્રમાણે ઉમેદવાનું ભવિષ્ય કેવું હશે?

શિવધારા જ્યોતિષ
દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ટેરોકાર્ડ રિડર, જ્યોતિષાચાર્ય, ઓથર
(મો) 9898766370, 6354516412

Trending Dharma & Bhakti
Election Astrology

મિથુન: આ રાશિવાળા જાતકનું ભાગ્ય બળ ઊંચું છે. સૂર્ય વૃશ્ચિક રાશીમાં છે અને સાથે સૂર્ય છે માટે આ જાતકનું ભાગ્ય સાથ આપે છે. મિથુન રાશીનો સ્વામી બુધ છે.

કુંભ: જે  દિવસે મતદાન છે તે દિવસે ચંદ્ર કુંભ રાશીમાં છે, માટે આ રાશીવાળા જાતકને ભાગ્યનો સાથ મળશે.

મેષ: સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે અને મંગલ વૃશ્ચિક રાશીને માલિક છે અને મેષ સ્વામી છે, માટે મંગલ પ્રબળ છે. આ રાશિવાળા જાતક સારું નેતૃત્વ કરી શકશે.

તુલા: આ રાશી પણ સૂર્યની રાશી સાથે બિરાજમાન છે. જે લાભ આપીને જાય છે.

સિહ: સિંહ રાશીનો સ્વામી સૂર્ય છે અને રાજનીતીમાં સૂર્ય પ્રબળ હોય તો સારું રહે છે. માટે સિહ રાશીવાળાને સૂર્યથી પ્રબળ બળ મળશે.

મકર: મકરનો સ્વામી શની છે અને શની માન-સન્માન અને પ્રબળતા આપે છે.

કન્યા: કન્યા રાશીનનો સ્વામી બુધ છે. બુધ ભાગ્યનું બળ મજબૂત કરે છે માટે કન્યા રાશીવાળાને લાભદાયી ફળ આપે છે.

વૃષભ: વૃષભનો સ્વામી શુક્ર છે અને બુધ અને શુક્ર સાથે છે માટે શુક્ર કઈંક અલગ કરિશ્મા આપીને જાય છે. જે લોકો ઉપર પ્રભાવ આપે છે.

મીન: મીન રાશીનો સ્વામી ગુરુ છે અને ગુરુ બળવાન હોય તો મોટી પદવી અને પ્રતિષ્ઠામાં વધારો કરાવે છે.

ધન: ધન રાશીનો સ્વામી પણ ગુરુ છે. ગુરુ મોટો મોભો અને માન સન્માન આપે છે.

કર્ક: કર્ક રાશીમાં મંગળ નીચેનો થાય છે, પણ જો કુંડળીમાં સારા સ્થાને હોય તો લાભ આપે છે.

વૃશ્ચિક: વૃશ્ચિક સૂર્ય રાશી જાતે બિરાજમાન છે તે વધારે તો આપે જ છે અને લાભદાયી પણ છે.