Not Set/ PNBમાં થયું ૧૧,૩૬૦ cr. રૂપિયાનું ફ્રોડ ટ્રાન્જેકશન, વિદેશમાં મોકલવામાં આવ્યા પૈસા

મુંબઈ, ભારત સરકાર દ્વારા સંચાલિત પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્તિથ બ્રાંચમાં કેટલાક ફ્રોડ ટ્રાન્જેકશન થયા હોવાનું બહાર આવ્યું છે. શેરબજાર બીએસઈમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ ૧૧,૩૬૦ કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યા છે. બેંક દ્વારા જણાવ્યા અનુસાર, આ ફ્રોડ ટ્રાન્જેકશન બેંકમાં ખાતું ધરાવતા કેટલાક ખાસ વ્યક્તિઓની સહમતી બાદ કરવામાં આવ્યા છે […]

Top Stories
pnb PNBમાં થયું ૧૧,૩૬૦ cr. રૂપિયાનું ફ્રોડ ટ્રાન્જેકશન, વિદેશમાં મોકલવામાં આવ્યા પૈસા

મુંબઈ,

ભારત સરકાર દ્વારા સંચાલિત પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્તિથ બ્રાંચમાં કેટલાક ફ્રોડ ટ્રાન્જેકશન થયા હોવાનું બહાર આવ્યું છે. શેરબજાર બીએસઈમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ ૧૧,૩૬૦ કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યા છે.

બેંક દ્વારા જણાવ્યા અનુસાર, આ ફ્રોડ ટ્રાન્જેકશન બેંકમાં ખાતું ધરાવતા કેટલાક ખાસ વ્યક્તિઓની સહમતી બાદ કરવામાં આવ્યા છે અને તેનું મુખ્ય કારણ કેટલાક લોકોને ફાયદો પહોચાડવાનો હતો. બેન્કના માધ્યમ દ્વારા જાણકારી પ્રાપ્ત થઇ છે, કે આ ટ્રાન્જેકશન દ્વારા બીજી અન્ય બેન્કોના વિદેશમાં બેઠા ગ્રાહકોને એડવાન્સ પેમેન્ટ કરાયા હોવાની વાત સામે આવી છે. બીજી બાજુ આ છેતરપિંડી દ્વારા કરવામાં આવેલા ટ્રાન્જેકશનની ખાસ બાબત એ છે કે, આ માહિતીમાં એ ખાતું ધરાવનારા વ્યક્તિઓના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. તેઓને ફાયદો પહોચાડવાની કોશિશ કરવામાં આવી છે.

બેંક દ્વારા આ ફ્રોડ ટ્રાન્જેકશનની માહિતી જાહેર કર્યા બાદ બુધવારે સવારે શેરબજારોમાં બેન્કના શેરોમાં જોરદાર ઘટાડો સામે આવ્યો છે. સવારે ૧૦ વાગ્યે પંજાબ નેશનલ બેંકના શેરોમાં ૪.૧ ટકાનો ઘટાડો થયો હતો. જયારે ૧૧.૪૮ વાગ્યે બીએસઇ પર સ્ટોક ૭.૮૨ ટકા તૂટીને ૧૪૯ રૂપિયાના નીચેના સ્તર પર આવી ગયા હતા. મહત્વનું છે કે, પંજાબ નેશનલ બેંક દેશની બીજી સૌથી મોટી બેંક છે. જયારે બેન્કની કુલ સંપત્તિ અનુસાર PNB દેશની ચોથી સૌથી મોટી બેંક છે.