Loksabha Election 2024/ લોકસભાની ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, આ બંને નેતાઓએ આપ્યું રાજીનામું

ગત વિધાનસભાની ચૂંટણીમાં આપમાં જોડાયા બાદ……………

Top Stories Gujarat Breaking News

Gujarat News: ગુજરાતના રાજકારણમાં લોકસભાની ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો મળ્યો છે. સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું છે. ત્યારે ફરીથી ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટો થવાની સંભાવના જોવા મળી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા બંને નેતાઓએ પોતાની જ પાર્ટીને અલવિદા કહી દીધું છે.Article Content Image

ગત વિધાનસભાની ચૂંટણીમાં આપમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા સુરતના વરાછા રોડ અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, આ ચૂંટણીમાં બંનેની હાર થઈ હતી. ત્યારે હવે આ બંને નેતાઓ ભગવો ધારણ કરે તેવી અટકળો થઈ રહી છે.

Article Content Image



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અડાલજ પાસેથી દારૂના જથ્થા સાથે છ લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:વડોદરામાં ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતીનું મોત

આ પણ વાંચો:સી.આર.પાટીલ: વિજય મુહૂર્તનો સમય ચુકતા આવતીકાલે નામાંકન પત્ર ભરશે