Viral Video/ જંગલમાંથી રસ્તા પર આવ્યો દીપડો, ચાલતી વાનમાં કર્યો હુમલો, 13 લોકોને બનાવ્યા નિશાન

જોરહટના એસપી મોહન લાલ મીનાએ મીડિયાને જણાવ્યું કે આ ઘટના રેઈન ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પાસે બની હતી. અહીં જંગલમાંથી નીકળેલા દીપડાએ 13 જેટલા લોકો પર હુમલો કરીને ઘાયલ કર્યા હતા.

Trending Videos
દીપડાએ

સોમવારે આસામના જોરહટમાં દીપડાએ હાહાકાર મચાવ્યો હતો. આ દીપડો કોઈક રીતે જંગલની વાડમાંથી કૂદીને રસ્તા પર જઈ રહેલા લોકો પર હુમલો કરવા લાગ્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આ દીપડાએ વાન પર હુમલો કર્યો, જેના કારણે વાન ચાલકનો જીવ તાળવે ચોંટી ગયો. લાંબા સમય સુધી દીપડો રસ્તા પર ફરતો હતો અને લોકોને નિશાન બનાવતો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઘણા લોકોને બનાવ્યા નિશાન

જોરહટના એસપી મોહન લાલ મીનાએ મીડિયાને જણાવ્યું કે આ ઘટના રેઈન ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પાસે બની હતી. અહીં જંગલમાંથી નીકળેલા દીપડાએ 13 જેટલા લોકો પર હુમલો કરીને ઘાયલ કર્યા હતા. તે જ સમયે ભયંકર દીપડાએ દીપડાને બચાવવા આવેલા વન વિભાગના કર્મચારીઓ પર પણ હુમલો કર્યો હતો. ઘાયલોમાં વન વિભાગના ત્રણ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે દીપડાને બચાવી લેવામાં આવ્યો છે અને તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો છે, જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વીડિયો @Arv_Ind_Chauhan નામના યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. જુઓ વીડિયો…

આ પણ વાંચો:ચાર વર્ષમાં સુપ્રીમ કોર્ટના 538 ચુકાદાઓનું પ્રાદેશિક ભાષાઓમાં, 290નો હિન્દીમાં અનુવાદ

આ પણ વાંચો:ભાજપના આ નેતાએ Gandhis ને દેશનો સૌથી ભ્રષ્ટ રાજકીય પરિવાર ગણાવ્યો, કહ્યું- ગાંધી પરિવાર એટલે કટ્ટર પાપી પરિવાર

આ પણ વાંચો:ભારતના ભેજાબાજોએ યુએસ નાગરિકોને $10 અબજથી વધુ રકમનો ચૂનો લગાવ્યો