US-Gujaratishoot/ અમેરિકામાં વધુ એક ગુજરાતી ઠાર, ઠાર કરનારે પણ કરી આત્મહત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. વચ્ચે ગુજરાતીઓને ઠાર કરવાનો વણથંભ્યો સિલસિલો ચાલ્યો હતો. તેમા પણ મુખ્યત્વે ગુજરાતી મોટેલ માલિકો અને સ્ટોર માલિકોને લક્ષ્યાંક બનાવવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી.

Top Stories Gujarat World
YouTube Thumbnail 21 અમેરિકામાં વધુ એક ગુજરાતી ઠાર, ઠાર કરનારે પણ કરી આત્મહત્યા

નવસારીઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. વચ્ચે ગુજરાતીઓને ઠાર કરવાનો વણથંભ્યો સિલસિલો ચાલ્યો હતો. તેમા પણ મુખ્યત્વે ગુજરાતી મોટેલ માલિકો અને સ્ટોર માલિકોને લક્ષ્યાંક બનાવવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી.

આ વખતે અમેરિકામાં નવસારીના સોનવાડી ગામના યુવકની હત્યા થઈ છે. 46 વર્ષનો સત્યેન નાયક નોર્થ કેરોલિનામાં મોટેલ ચલાવતો હતો. આ મોટેલમાં ઘરબાર વિનાનો એક અમેરિકન શખ્સ બેસી રહેતો હતો. તેણે સત્યેન કશું સમજે તે પહેલા તેના પર ગોળી ચલાવી તેની હત્યા કરી લીધી હતી. પણ પછી તે અમેરિકન નાગરિકે પણ આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી હતી.

હવે કયા કારણસર તેણે સત્યેનની હત્યા કરી અને પોતે કયા કારણસર આત્મહત્યા કરી તેના અંગે હજી સુધી કોઈ કારણ બહાર આવ્યું નથી. અમેરિકાની પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે. યુવકની હત્યાના સમાચાર મળતા તેમના કુટુંબ અને સોનવાડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ