સુરત/ મોઢે પોલીથીન બેગ અને પેન્ટ પહેરેલી હાલતમાં મળી સોફ્ટવેર એન્જિનિયરની લાશ,હત્યા કે આત્મહત્યાનું ઘુંટાતુ રહસ્ય

સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સચિન વિસ્તારમાં 22 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે વિચિત્ર આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે.

Gujarat Surat
YouTube Thumbnail 4 3 મોઢે પોલીથીન બેગ અને પેન્ટ પહેરેલી હાલતમાં મળી સોફ્ટવેર એન્જિનિયરની લાશ,હત્યા કે આત્મહત્યાનું ઘુંટાતુ રહસ્ય

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સચિન વિસ્તારમાં 22 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે વિચિત્ર આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે.યુવકે મોઢે પોલીથીન બેગ પહેરી પેન્ટ વડે બેગને બંધ કરી શ્વાસ રૂંધાવી જીવન ટુંકાવ્યું છે.હાલ તો સચિન પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આજકાલના નવયુવાનો નાની નાની બાબતોમાં જીવન ટૂંકાવી લેતા હોય છે.અવારનવાર સુરતમાં નવયુવાનોના આપઘાત સામે આવે છે, ત્યારે સુરતના સચિન વિસ્તારમાં એક 22 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે.

મળતી વિગત પ્રમાણે સુરતના સચિન પારડી ખાતે આવેલ સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતો 22 વર્ષીય મિત કનુભાઈ છેસિયા સોફ્ટવેર એન્જિનિયરનો અભ્યાસ કર્યા બાદ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.મિત છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો..જેની સારવાર પણ ચાલુ હતી, ત્યારે મિતે મંગળવારે રાત્રે જીવન ટૂંકાવી લીધું છે. મિતે પોતાના ઘરના બાથરૂમમાં મોઢે પોલીથીન બેગ પહેરી, પેન્ટ વડે બેગને બંધ કરી વિચિત્ર રીતે આપઘાતનું પગલુ ભર્યું છે.

પોલીથીન બેગ બંધ થઈ જતા શ્વાસ રૂંધાવાથી મીતનું મોત થયું છે.બનાવની જાણ સચિન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વની બેઠકો માટે કામિનીબા રાઠોડ સહીત 25 મેદાનમાં

આ પણ વાંચો:જુનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના સાગરીતની ધરપકડ

આ પણ વાંચો:સ્કૂલમાંથી ગુલ્લી મારીને ઉકાઈ ડેમમાં ન્હાવા પડેલા બે બાળકોના કરૂણ મોત

આ પણ વાંચો:પંચમહાલના મોરવા હડફમાં મહિલાને તાલિબાની સજા