વીજચોરી/ સુરતમાં DGVCLનો સપાટોઃ ચાર મહિનામાં 3.40 કરોડની વીજ ચોરી પકડી

સુરતમાં ડીજીવીસીએલની વિજિલન્સ ટીમે વીજ ચોરો પર સપાટો બોલાવતા ચાર મહિનામાં 3.40 કરોડની વીજચોરી પકડી છે. ડીજીવીસીએલ ટીમની જબરજસ્ત કામગીરીના પગલે સુરત શહેર અને ગ્રામીણ વિસ્તાર બંનેમાં થઈને કુલ 3.40 કરોડની વીજચોરી પકડાઈ છે.

Gujarat Surat
Surat Vijchori સુરતમાં DGVCLનો સપાટોઃ ચાર મહિનામાં 3.40 કરોડની વીજ ચોરી પકડી

સુરતઃ સુરતમાં ડીજીવીસીએલની વિજિલન્સ Electricity theft ટીમે વીજ ચોરો પર સપાટો બોલાવતા ચાર મહિનામાં 3.40 કરોડની વીજચોરી પકડી છે. ડીજીવીસીએલ ટીમની જબરજસ્ત કામગીરીના પગલે સુરત શહેર અને ગ્રામીણ વિસ્તાર બંનેમાં થઈને કુલ 3.40 કરોડની વીજચોરી પકડાઈ છે. હજી પણ સુરત શહેરમાં ડીજીવીસીએલની વીજચોરી પકડવાની કવાયત ચાલુ જ છે. એકલા સુરત શહેરમાં જ 296 કનેકશનમાં વીજ ચોરી ઝડપાઈ હતી. જયારે ગ્રામીણ વિસ્તારમાં 740 જોડાણમાં વીજચોરી પકડાઈ હતી.

આમ વર્તમાન નાણાકીય વર્ષમાં સુરતમાં ડીજીવીસીએલની Electricity theft વિજિલન્સ ટુકડીએ સપાટો બોલાવ્યો છે. યાદ રાખો આ આંકડા ફક્ત સુરતની જ વીજચોરીના છે. સાઉથ ગુજરાતના બીજા જિલ્લાઓને પણ આવરી લેવાય તો આ આંકડો ઘણો મોટો થઈ શકે છે. ડીજીવીસીએલની વિજિલન્સની કામગીરી અંગે કેટલાક લોકો મજાકમાં કહે છે કે જો આ રીતે જ વિજિલન્સ ટીમ ચોરી પકડતી રહી તો ડીજીવીસીએલના કર્મચારીઓનો પગાર તો આ વીજ ચોરો જ કાઢી આપશે.

તેની સાથે-સાથે સ્થાનિક જનતાએ આ ચોરીના પરિણામે Electricity theft ઊંચો વીજદર ચૂકવવો પડે છે તેના બોજામાં પણ ઘટાડો થશે. વીજ ચોરી અંગે ડીજીવીસીએલના આંતરિક વર્તુળો કહે છે કે આ દરે વીજચોરી ઝડપાતી રહી તો નાણાકીય વર્ષના અંતે એકલા સુરતમાંથી જ દસથી બાર કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ શકે છે. જો કે વીજચોરી ફક્ત દક્ષિણ ગુજરાતનો જ પ્રશ્ન નથી, મધ્ય ગુજરાત, ઉત્તર, ગુજરાત, સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધી આ એક સળગતો પ્રશ્ન છે.

વીજળીના પસાર થતાં વાયરમાંથી લંગસિયા નાખીને વીજચોરી Electricity theft કરવી તે કેટલાય વિસ્તારોમાં બહુ સામાન્ય ગણાય છે. આ સિવાય ઘણા એવા વિસ્તારો છે જેમા તો વિજિલન્સની ટુકડીઓ પ્રવેશી શકતી નથી, આ આખા વિસ્તારોમાં વીજચોરી થતી હોય છે. પણ ત્યાં ત્રાટકવાની હિંમત થઈ શકતી નથી. જો કે હવે આ પ્રમાણ ઓછું થયું છે, છતાં પણ આજેય રાજ્યના કેટલાય સ્થળોએ આ પ્રકારની જ સ્થિતિ તો છે જ. તેમા પણ ઘણા શહેરી તો ઘણા ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારની વીજચોરી મોટાપાયે જોવા મળે છે.

 

આ પણ વાંચોઃ દુસ્વપ્નના વાવેતર/માદક પદાર્થોના વેપારમાં નવો જ કીમિયો

આ પણ વાંચોઃ Digital Gujarat/ગુજરાત વિધાનસભા પૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનશે, સીએમે પણ લીધી તાલીમ

આ પણ વાંચોઃ Harsh Sanghvi-Cybercrime/હર્ષ સંઘવીનું તડને ફડઃ પોલીસ ન સાંભળે તો સીધો મને કોલ કરજો

આ પણ વાંચોઃ ચેતવણી/બહાર ખાતા ચેતજો, ફરસાણમાં કપડા ધોવાના સોડાનો થાય છે મોટાપાયા પર ઉપયોગ

આ પણ વાંચોઃ Big decision by Saints/લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠકમાં સંતો અને ઋષિઓ દ્વારા મોટો નિર્ણય, સ્વામિનારાયણના સંતો સાથે ક્યારેય નહી બેસીએ