Surat/ તમારી થાળીમાં પણ ડુપ્લીકેટ ઘી તો નથી આવતુંને? આવું ઘી ખાતા હોવ તો સાવધાન થઈ જજો !

ઓલપાડ તાલુકાના બોલાવ જી આઈ ડી સી ની એક મિલમાં બાતમી ના આધારે કિમ પોલીસે દરોડા પાડ્યા હતા,પોલીસ ને માહિતી મળી હતી.

Gujarat Surat
YouTube Thumbnail 46 તમારી થાળીમાં પણ ડુપ્લીકેટ ઘી તો નથી આવતુંને? આવું ઘી ખાતા હોવ તો સાવધાન થઈ જજો !

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત જિલ્લામાંથી ફરી એક વાર નકલી શંકાસ્પદ ઘી બનાવતી મિલ ઝડપાઇ છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ઘટના સામે આવી, મિલમાં મોટી માત્રમાં પામોલિન તેલ ભરેલા ડબ્બા તેમજ વનસ્પતિ ઘીના ડબ્બા તેમજ તૈયાર કરવામાં આવેલા અલગ અલગ વજન અને સાઈઝ ના પેકીંગ કરેલા કાર્ટૂન ,તેમજ પેકીંગ કરવા માટે નું રો મટીરીયલ મળી આવ્યું.

ઓલપાડ તાલુકામાંથી ફરી એક વાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાના કૌભાંડ નો પર્દાફાશ થયો છે, ઓલપાડ તાલુકાના બોલાવ જી આઈ ડી સી ની એક મિલમાં બાતમી ના આધારે કિમ પોલીસે દરોડા પાડ્યા હતા,પોલીસ ને માહિતી મળી હતી કે અહીં શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ રહી છે જેને આધારે કિમ પોલીસે દરોડા પાડયા હતા,મિલ માંથી પામોલિન તેલ અને વનસ્પતિ ઘીનું મિશ્રણ કરી ને દેશી ઘી બનવવાતું હોવાનું સામે આવ્યું હતું,પોલીસે તરતજ એફ એસ એલ ને જાણ કરી હતી તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ જાણ કરી ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઘટના સ્થળે થી તૈયાર કરવામાં આવેલા ઘીના સેમ્પલ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરી માં મોકલી આપવામાં આવ્યા હતા, મિલમાંથી પોલીસ ને મોટી માત્રા માં પામોલિન તેલ ભરેલા ડબ્બા, વનસ્પતિ ઘીના ડબ્બા, ઘી પેકીંગ કરવા માટેના અલગ અલગ સાઈઝ ના ખાલી ડબ્બા તેમજ ઘી તૈયાર કરી પેકીંગ કરવામાં આવેલા ડબ્બા ,પેકિં કરવા માટેના રેપર, ઢાંકણ સહિતની સામગ્રી મળી આવી હતી.

હાલ પોલીસે મિલ મલિક વિરુદ્ધ જાણવા જોગ ગુનો દાખલ કરી એફ એસ એલ નો રિપોર્ટ આવે તેની રાહ જોઈ રહી છે ,રિપોર્ટ બાદ પોલીસ દ્વારા  કાર્યવાહી હાથ ધરવામાં આવશે ,મહત્વ નું છે કે થોડા માસ પહેલા ઓલપાડ ના કુડસદ ગામે થી પણ નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું.


whatsapp ad White Font big size 2 4 તમારી થાળીમાં પણ ડુપ્લીકેટ ઘી તો નથી આવતુંને? આવું ઘી ખાતા હોવ તો સાવધાન થઈ જજો !


આ પણ વાંચો:ખંડણીખોર પર ત્રાટકતી દાહોદ પોલીસ, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી માગી 90 લાખની ખંડણી

આ પણ વાંચો:કડોદરામાં ત્રીજા માળેથી મહિલા પટકાતા મહિલા મોતને ભેટી  

આ પણ વાંચો:ડાંગમાં એક સાથે 20 જેટલા બાળકોની તબિયત લથડી, સુબિરના CHC ખાતે સારવાર અર્થે ખસેડાયા

આ પણ વાંચો:ઉડતા વડોદરા’ બનાવવા હેરોઈન લાવનાર શખ્સની ધરપકડ