5 accused were arrested/ અમદાવાદમાં સોનાની દાણચોરી કરતા શખ્સો ઝડપાયા

મેડિકલ ટેપની આડમાં દાણચોરી કરતા પાંચ ગઠિયાને પોલીસે દબોચ્યા

Gujarat Ahmedabad
Beginners guide to 2024 04 05T131538.731 અમદાવાદમાં સોનાની દાણચોરી કરતા શખ્સો ઝડપાયા

Ahmedabad News : અમદાવાદમાં સોનાની દાણચોરી કરતા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પાંચ શખ્સોને ઝડપી લઈને પુછપરછ શરૂ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 48.88 લાખ રિયાનું સોનું કબજે કરવામાં આવ્યું છે.

અમદાવાદ પોલીસે માહિતીને આધારે આ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં અનંત શાહ, કલ્યાણ પટેલ, આશિષ કુકડીયા, નવઘણ ઠાકોર અને નિલેષ દેસાઈનો સમાવેશ થાય છે.

પાંચ આરોપીઓ પૈકી આશિષ કુકડીયા સોનું લાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓની તપાસમાં તેઓ મેડિકલ ટેપની આડમાં સોનાની દાણચોરી કરતા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેને પગલે આ દાણચોરીના કેસમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાની શંકાને આધારે પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

આરોપીઓ પાસેથી પોલીસે હાલ રૂ. 48,88,000 ની કિંમતનું 800 ગ્રામ સોનુ કબજે કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે