Not Set/ દેવ નદીમાં અલટો કાર સાથે તણાઈ ગયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો

વડોદરા, વડોદરાના વાઘોડિયા તાલુકામાં ગત 27 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ડભોઈની દેવ નદીમાં પૂર સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂરની સ્થિતિ સર્જાતા નદીનું પાણી વેગની જેમ વહી રહ્યું છે. દેવ નદીમાં એક અલટો કાર તણાઈ ગઈ હતી, જેમાં કારનો ચાલક પણ નદીના પ્રવાહમાં તણાયો હતો. […]

Gujarat Vadodara
aaaaaaam 15 દેવ નદીમાં અલટો કાર સાથે તણાઈ ગયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો

વડોદરા,

વડોદરાના વાઘોડિયા તાલુકામાં ગત 27 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ડભોઈની દેવ નદીમાં પૂર સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂરની સ્થિતિ સર્જાતા નદીનું પાણી વેગની જેમ વહી રહ્યું છે.

દેવ નદીમાં એક અલટો કાર તણાઈ ગઈ હતી, જેમાં કારનો ચાલક પણ નદીના પ્રવાહમાં તણાયો હતો. ત્યારે છેક 48 કલાક બાદ આ યુવકનો મૃતદેહ નદીમાં મળી આવ્યો હતો.

આપને જણાવીએ દઈએ કે વડોદરાના વાઘોડિયા તાલુકામાં 27 ઓગસ્ટના રોજ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વ્યારા પાસે આવેલ કોઝવે પર ભયજનક સપાટીએ દેવ નદી ઓવરફ્લો થઈ હતી.

નદી ઓવરફ્લોમાં એક અલ્ટો કાર કોઝવે પરતી પસાર થઈ રહી હતી ત્યારે તે નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી. કારમાં સવાર ચેતન ઠક્કર મદદ માટે બૂમો પાડતા સ્થાનિકોની નજર ગઈ હતી. પરંતુ કોઈ મદદ પહોંચે તે પહેલાં જ અલ્ટો કાર દેવ નદીમાં તણાઈ હતી. ત્યારે સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરી હતી.

ત્યારબાદ પોલીસે હાથ ધરી હતી તપાસમાં સામે આવ્યું છે કે વાઘોડિયાના ફલોડ ગામ પાસે ત્રણ દિવસ પહેલા નદીમાં આવેલા પૂરમાં કાર સાથે આ યુવક તણાયો હતો.ત્રણ દિવસના અંતે તેનો મૃતદેહ મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.