સુરત/ કેજરીવાલના ટ્વિટ પર હર્ષ સંધવીએ આપ્યો વળતો જવાબ, કહ્યું- જેની જેવી સમજ, જેના જેવા…

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જેની જેવી સમજ, જેના જેવા વિચાર એ એની વાત એ હિસાબે કરે.

Gujarat Surat
હર્ષ સંઘવીએ

સુરતમાં દિવ્યાંગ બાળકોના એક કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે તેમણે દિલ્હીના મુખ્યપ્રમંત્રી અરવિંદ કેજરીવાલના પરપ્રાંતીય પ્રમુખના નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જેની જેવી સમજ, જેના જેવા વિચાર એ એની વાત એ હિસાબે કરે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકોના કાર્યક્રમમાં આ પ્રકારની બાબતે નિવેદન આપવું જરૂરી નથી લાગતું. જવાબ ગુજરાતની જનતા સમયસર આપતી આવી છે અને ભવિષ્યમાં પણ આપશે.

હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણા રાજ્યમાં દેશના અલગ અલગ રાજ્યોના મોટી સંખ્યામાં લોકો આવે છે. ધંધા રોજગારી અર્થે અહીં વસે છે. રાજ્યના નાગરિકોએ પોતે જમે તે પહેલાં લોકોને પહોંચાડ્યું છે. તે પછી કોઈ પણ રાજ્યનો હોય દરેકને કોરોના સમયમાં સાચવ્યા છે. રાજ્યના ગૃહપ્રધાન સંઘવીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકોના કાર્યક્રમમાં આ પ્રકારની બાબતે નિવેદન આપવું મને યોગ્ય નથી લાગતું. જોકે, ગુજરાતની જનતા સમયસર જવાબ આપતી જ આવી છે અને ભવિષ્યમાં પણ આપશે. આપણા રાજ્યમાં દેશના અલગઅલગ રાજ્યોના મોટી સંખ્યામાં લોકો આવે છે. ધંધા રોજગારી અર્થે અહીં વસે છે.

રાજ્યના નાગરિકોએ પોતે જમે તે પહેલાં લોકો ને પહોંચાડ્યું છે.તે પછી કોઈ પણ રાજ્ય નો હોય દરેક ને કોરોના સમય માં સાચવ્યા છે.અરવિંદ કેજરીવાલના આ ટ્વીટ પર હવે સીઆર પાટીલે ટ્વીટ કરી નિશાન તાક્યું છે. પાટીલે ટ્વીટ કરી લખ્યું છે કે, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.

જણાવી દઇએ કે, ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ બાદ આપ પાર્ટીએ જે રીતે પોતાનો પગપેસારો કર્યો છે. આપ પાર્ટીએ તાજેતરમાં જ પંજાબ ખાતે ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવી છે ત્યારે ગુજરાતના લોકોને રીઝવવા માટે દિલ્હીના સીએમ અને આપ પાર્ટીના મુખ્ય વ્યક્તિ તરીકે અરવિંદ કેજરીવાલ ભરૂચ ખાતે આદિવાસી સંમેલન યોજી રહ્યા છે. જોકે, સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં ફ્રેન્ડલી મેચ રમતા હતા. હવે આમ આદમી પાર્ટી આવવાથી ભાજપ ઘણાં જ તણાવમાં છે.

આ પણ વાંચો:સુરતમાં આપ-ભાજપ વચ્ચે છૂટાહાથની મારામારી, એકબીજા પર વરસાવ્યા ગડદાપાટુ